- વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ જાહેર
- 5 ઓક્ટોબરથી શરૂ થશે ICC ODI વર્લ્ડ કપ 2023
- 19 નવેમ્બરે રમાશે વર્લ્ડ કપની 2023ની ફાઇનલ મેચ
Team India Squad for World Cup 2023 Announced: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ 2023 રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજુ સેમસન પણ આ લિસ્ટમાંથી બહાર છે. તિલક વર્માને પણ તક મળી નથી.
5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
Squad: Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Ishan Kishan, KL Rahul, Hardik Pandya (Vice-captain), Suryakumar Yadav, Ravindra Jadeja, Axar Patel, Shardul Thakur, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Kuldeep Yadav#TeamIndia | #CWC23
— BCCI (@BCCI) September 5, 2023
વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.
ભારત 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરશે. ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ લીગ સ્ટેડમાં કુલ 9 મેચ રમશે. ભારતીય ટીમ તેની તમામ 9 લીગ મેચો અલગ-અલગ મેદાનો પર રમતી જોવા મળવાની છે. ભારતીય ટીમ અમદાવાદ, ધર્મશાલા, મુંબઈ દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, લખનૌ અને પુણેમાં પોતાની મેચ રમશે.
Here’s the #TeamIndia squad for the ICC Men’s Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
આ વખતે વર્લ્ડ કપ 2023 માટે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં એક રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે, જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે.
India ODI World Cup 2023 Full schedule(ભારતીય ટીમનું શેડ્યૂલ):
તારીખ | વિરુદ્ધ | સ્થળ |
8 ઓક્ટોબર | ઓસ્ટ્રેલિયા | ચેન્નાઈ |
11 ઓક્ટોબર | અફઘાનિસ્તાન | દિલ્હી |
14 ઓક્ટોબર | પાકિસ્તાન | અમદાવાદ |
19 ઓક્ટોબર | બાંગ્લાદેશ | પુણે |
22 ઓક્ટોબર | ન્યૂઝીલેન્ડ | ધર્મશાલા |
29 ઓક્ટોબર | ઈંગ્લેન્ડ | લખનૌ |
2 નવેમ્બર | ક્વોલિફાયર 2 | મુંબઈ |
5 નવેમ્બર | સાઉથ આફ્રિકા | કોલકાતા |
12 નવેમ્બર | ક્વોલિફાયર 1 | બેંગલુરુ |
15 નવેમ્બર | સેમિફાઈનલ-1 | મુંબઈ |
16 નવેમ્બર | સેમિફાઈનલ-2 | કોલકાતા |
19 નવેમ્બર | ફાઈનલ | અમદાવાદ |
આ પણ વાંચો :-
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube