ગુજરાત
Trending

સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત!,સૂર્યોદય પહેલાં જ ચિત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવી દેવાયાં,જાણો વિગત

  • સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદનો આવ્યો અંત 
  • હનુમાનજીની મૂર્તિ પાસે લાગેલા વિવાદિત ચિત્રો થયા દૂર 
  • સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવાયા 

Salangpur Hanumanji Temple Controversy Ended: સાળંગપુરનાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. આજે વહેલી સવારે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે. નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ હવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.

Screenshot%202023 09 05%20074425

મહત્વનું એ છે કે,કામગીરી કરતા સમયે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો. જો આ તમામ કામગીરી રાતના અંધારામાં છૂપી રીતે કરવામાં આવી. રાત્રે કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવાઈ અને મીડિયાને દૂર રાખી પડદા બાંધીની કામગીરી કરવામાં આવી.સારી વાત એક રહી કે, જે ભીંતચિત્રોથી ભક્તોની લાગણી દુભાઈ અને આખો વિવાદ ઊભો થયો તે આખરે દૂર કરવામાં આવ્યા છે.

મંદિર પરિસરમાંથી તમામ ભક્તોને બહાર મોકલી ભીંત ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે વહેલી સવારના પૂર્ણ થઈ હતી. તો વિશ્વ હિંદુ પરિષદ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની મળેલી બેઠકમાં સ્વામિનારાયણ સંતોને ખોટો વાણી વિલાસ ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જ્યારે વિવાદિત સાહિત્ય માટે સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Screenshot%202023 09 05%20074617

અગાઉ ગઇકાલે વડતાલ મંદિરના સંત સ્વામીએ કહ્યું, આજે અમારી VHP સાથે બેઠક થઈ. જે બેઠક થઈ એમાં સૌની સંમતિ આપવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે વિવાદાસ્પદ વાક્યો છે તે અંગે અમારી સમિતિ જલ્દી નિર્ણય કરશે. હાલ પ્રાથમિક નિર્ણય તરીકે ભીંતચિત્ર દૂર કરવા ફેંસલો કરવામાં આવ્યો છે.

vlcsnap 2023 09 05 07h47m27s913

મુખ્યમંત્રી સાથે સંતોની થઈ હતી બેઠક

સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ આજે મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી. સંતોની બેઠકમાં હર્ષ સંઘવી , પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી ,વડતાલ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.

WhatsApp Image 2023 09 05 at 7.19.24 AM

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ઝઘડો આગળ ન વધારવા અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય તેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાંતિ સલામતી જાળવી રાખવાની પણ ખાતરી આપી હતી. સરકાર સાથેની બેઠકમાં VHP તરફથી અશોક રાવલ, અશ્વીન પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button