સ્પોર્ટ્સ
Trending

જસપ્રીત બુમરાહ બન્યો પિતા,સંજના ગણેશનને આપ્યો પુત્ર,સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ચાહકોને જણાવ્યું નામ!

એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાંની સાથે નામ પણ જણાવ્યું.

  • ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો
  • બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો 
  • બુમરાહ એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો

Jasprit Bumrah And Sanjana Ganesan Blessed With Baby Boy: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે,ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પિતા બની ગયો છે. બુમરાહ આ દિવસોમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ છે, પરંતુ તે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમાનાર મેચ પહેલા મુંબઈ પરત ફર્યો હતો. હવે બુમરાહે તેના સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે તે પિતા બની ગયો છે અને તેના ઘરે એક બાળકનો જન્મ થયો છે.

જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) સોશિયલ મીડિયામાં તસવીર અને સુંદર મેસેજ શેર કર્યો છે. પોતે પિતા બનવાની ખુશી આ પોસ્ટમાં શેર કરી છે. સાથે પોતાના નાના બાળકનું નામ પણ પોતાના ચાહકોને જણાવ્યું છે. બુમરાહે પુત્રનું નામ અંગદ રાખ્યું છે. રામાયણમાં વાલીના પુત્રનું નામ પણ અંગદ હતું તે બધા જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

બુમરાહે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં માત્ર તેના નાના પુત્રનો હાથ જ દેખાઈ રહ્યો છે. આ તસવીરને કેપ્શન આપતા તેણે પોતાના દિલની વાત લખી છે. બુમરાહે લખ્યું, “અમારું નાનું કુટુંબ મોટું થઈ ગયું છે અને અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શકીએ તેટલું ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના બાળક અંગદ જસપ્રીત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. “અમે ચંદ્ર પર છીએ અને અમારા જીવનમાં આ નવો અધ્યાય લાવે છે તે બધું માટે રાહ જોઈ શકતા નથી.”

શુભકામનાનો વરસાદ
બુમરાહે પોસ્ટ મુકતાની સાથે તેના પર શુભકામનાનો વરસાદ થઈ રહ્યો છે. તેના ચાહકો તેને દિલ ખોલીને શુભકામના આપી રહ્યા છે. એક ચાહકોએ કહ્યું કે, જુનિયર બુમરાહ ભારતનો આગામી પેસર બનશે. એક ચાહકે એમ પણ લખ્યું છે કે, લીટલ બૂમ બૂમની હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહ જોઈ રહ્યો છું.

બુમરાહ હાલમાં જ ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. બુમરાહની પીઠની વારંવારની ઈજાને કારણે ચાલુ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ફિટનેસ મેળવવા માટે એનસીએમાં રિહેબ પર હતો. આ પછી તેને સીધો જ આયર્લેન્ડ પ્રવાસ માટેની ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારબાદ બુમરાહને એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button