સ્પોર્ટ્સ
Trending

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપઃ નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, 88.13 મીટર દૂર ભલા ફેંકીને સિલ્વર મેડલ જીત્યો

World Athletics Championships 2022: વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)ની ફાઇનલમાં નીરજ ચોપડાએ કમાલ કર્યો છે. આ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતેય બની ગયા છે. નીરજની શરૂઆત ખૂબ જ ખરાબ થઇ હતી. પરંતુ પછી તેમણે પોતાના પ્રદર્શનમાં સુધારી કરીને મેડલ પર કબજો જમાવી લીધો હતો.

ભારતના નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)માં બીજું સ્થાન મેળવ્યું છે. તેણે પુરુષોની ભાલાની ફાઇનલમાં 88.13 મીટરના ચોથા થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો. નીરજ ચોપરાનો મુકાબલો ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ સામે હતો. એન્ડરસન પીટર્સ તેના સર્વોચ્ચ સ્કોર 90.54 મીટર સાથે વર્લ્ડ ચેમ્પિયન બન્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. ચેમ્પિયનશિપમાં નીરજ ઉપરાંત રોહિત યાદવે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)માં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાના ઘરમાં ઉજવણીનો માહોલ છે. તેની માતા સરોજ દેવીએ કહ્યું કે તે ખૂબ જ સારું લાગે છે, અમને આશા હતી કે તે ચોક્કસપણે મેડલ જીતશે અને તેની મહેનત પુરી થઈ ગઈ છે.

મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ
ભારતે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)માં 18 વર્ષ પહેલાં કાંસ્ય પદક જીત્યો હતો. વર્ષ 2003 માં દિગ્ગજ એથલીટ અંજૂ બોબી જોર્જે લોન્ગ જંપમાં ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)નું આયોજન પહેલીવાર 1983 માં કરવામાં આવ્યું હતું. ત્યારથી ભારત આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. નીરજ ચોપરાએ ઇતિહાસ રચતાં ક્વાલિફાયર ઇવેન્ટમાં પહેલાં જ થ્રોમાં 88.39 મીટર સ્કોર કરતાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે તે આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બની ગયા છે.

ગત વખતે ઇજાના કારણે રમી શક્યા ન હતા નીરજ
24 વર્ષના ભારતીય સ્ટાર ગત સીઝનમાં ખૂણીમાં સર્જરીના કારણે રમી શક્યા ન હતા. સાથે જ 2017ની સીઝનમાં તે ફાઇનલ માટે ક્વાલિફાઇ કરી શક્યા ન હતા. તેમણે 82.26 મીટરનો સ્કોર કર્યો હતો.

નીરજ ચોપરાની અત્યાર સુધીની સિદ્ધિઓ:

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships): 2022માં સિલ્વર મેડલ

ઓલિમ્પિક્સ: 2021 માં ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ: 2018માં ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સ: 2018માં ગોલ્ડ મેડલ

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ: 2017 ગોલ્ડ મેડલ

વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ: 2016 ગોલ્ડ મેડલ

સાઉથ એશિયન ગેમ્સ: 2016માં ગોલ્ડ મેડલ

એશિયન જુનિયર ચેમ્પિયનશિપ: 2016માં સિલ્વર મેડલ

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button