ગુજરાત
Trending

એક સુરીલા યુગનો અંત: ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના સુવિખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. જાણીતા ભજનિકના આકસ્મિક નિધનના કારણે ભજનના વર્તુળો સહિત ધર્મજગત શોકગ્રસ્ત થઈ ગયું છે.

  • ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા
  • લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક 
  • વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ

Laxman Barot passed away: ગુજરાતના પ્રસિદ્ધ ભજનિક ભજન સંતવાણીના આરાધક લક્ષ્મણ બારોટે આજે વહેલી સવારે 5 વાગ્યે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધાં છે. ગુજરાત તેમના નિધનથી સમગ્ર ધર્મ જગતમાં શોક છવાયો છે. લક્ષ્મણ બારોટને ભજન સમ્રાટ તરીકે ઓળખવામાં આવી છે. ભજનીક લક્ષ્મણ બારોટના પાર્થિવ દેહને જામનગરથી ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામે આવેલા તેમના આશ્રમ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લક્ષ્મણ બારોટ ભજનાનંદી જીવ હતો અને તેમના ભજન ન માત્ર વયોવૃદ્ધો જ નહી પરંતુ યુવાનો પણ તેમના ભજનોના ચાહક હતા. લક્ષ્મણ બારોટે 12 વર્ષની ઉંમરેથી ભજન ગાવાની શરૂઆત કરી હતી. તેમના ગુરુ કાનદાસ બાપુ તેમને લખાના નામથી ઓળખતા હતા. વિદેશમાં અનેક પણ અનેક કાર્યક્રમ કર્યા છે અને ગુજરાતના અનેક કલાકારો તેમના નીચે તૈયાર થયાં છે.

તેઓ મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની એક ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં તેઓ લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ પોતાનો આશ્રમ બનાવ્યો હતો.

શોક છવાયો
ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટના અચાનક નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લક્ષમણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું છે. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા.

લક્ષ્મણ બારોટે પ્રસિદ્ધ ભજનીક નારાયણ સ્વામી પાસે તાલીમ મેળવી હતી અને પરંપરાગત ભજનોને તેમણે લોકપ્રિય બનાવ્યા હતા. હે ઓઢાજી, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, આલમની અસવારી, જીવ તું શાને ફરે છે ગુમાનમાં જેવા પ્રસિદ્ધ ભજનો તેમનાં કંઠે ગવાય ત્યારે શ્રોતાઓ ભાવવિભોર બની જતા હતા. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button