અમદાવાદ : ગુજરાતના પોલીસ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય(IPS Vikas Sahay) કાયમી DGP બન્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આશિષ ભાટીયા નિવૃત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
હવે DGP બન્યા બાદ વિકાસ સહાયના પે સ્કેલમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમનો પે સ્કેલ લેવલ 17નો કરવામાં આવ્યો છે અને 2,25,000ના પે મેટ્રિક્સમાં સેલેરી મળશે.
કોણ છે વિકાસ સહાય?
– વિકાસ સહાય 1989 બેન્ચના છે IPS.
– 1999માં આણંદ SP હતા.
– 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી.
– એડિશનલ CP તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી.
– 2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી.
– સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટ કામ કર્યું છે.
– કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા હતા.
– હાલ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત
1989ની બેચના IPS છે વિકાસ સહાય
વિકાસ સહાય PSI ભરતી બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઓ 1989 બેચના IPS અધિકારી છે. તેઓ યુએન માટે પણ કામગીરી કરી ચુક્યા છે. તેઓ બોસ્નીયા જેવા અનેક દેશોમાં પણ યુએન તરફથી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેઓ આણંદ એસપી તરીકે 1999 માં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ ગ્રામીણ એસપી અને ત્યાર બાદ અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત 2005 માં અમદાવાદ શહેર અને 2007 માં સુરત શહેરના સીપી રેન્જ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આઇજી સુરક્ષા અને આઇજી સીઆઇડી આઇબી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવી ચુક્યા છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે ખુબ જ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp