ગુજરાત
Trending

વલસાડમાં બની મોહાલી જેવી શરમજનક ઘટના, રસોયાએ વિદ્યાર્થિનીઓના નાહતા વિડીયો ઉતાર્યા

  • ધરમપુરની કરચોડની કન્યા સાક્ષરતા નિવાસી શાળાનો બનાવ
  • નહાતી સમયે વિદ્યાર્થીનીઓનો વિડીયો બનાવવાનો રસોઈયા પર આરોપ
  • વિદ્યાર્થીનીઓ દ્વારા PSIને લેખિત ફરિયાદ કરવામાં આવી

વલસાડ(valsad) : હાલમાં જ પંજાબના મોહાલીની એક ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓના MMS બનાવવાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. ત્યારે હવે ગુજરાત(Gujarat)માં પણ આ પ્રકારની નિંદનીય ઘટના સામે આવી રહી છે. વલસાડ(valsad)ના ધરપુરમાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે હોસ્ટેલના રસોયાઓ તેમના નહાતા જોઈને ફોટો-વીડિયો બનાવે છે.

રસોયાઓ વિદ્યાર્થિનીઓના ફોટા-વીડિયો ઉતારતા
વલસાડ(valsad) જિલ્લાના ધરમપુર બારોલિયા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે, હોસ્ટેલ(Hotels)માં રસોઈયાઓ બાળકોને નાહતા જોવે છે અને ફોટા પાડે છે તથા વિડિઓ બનાવે છે. છોકરીઓ સામે અભદ્ર કોમેન્ટ પાસ કરે છે. બાળકોએ આ સાથે જ સ્કૂલમાં ખરાબ ગુણવત્તાનું ભોજન  અપાતું હોવાની પણ ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે, જમવામાં ઘણી વાર ઈયળો નીકળે છે અને ફરિયાદ કરવામાં આવે તો સ્કૂલનું તંત્ર વિદ્યાર્થિનીઓના અવાજને દબાવી દે છે.

પંખા ચાલુ રહી જાય તો બાળકોને દંડ કરાતો
આટલું જ નહીં બાળકોથી રૂમમાં ચાલતા પંખા ભૂલથી ચાલુ રહી જાય તો 5 રૂપિયા દંડ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતા સ્કૂલોમાં મોટી સંખ્યામાં વાલીઓ પહોંચી ગયા હતા. પરિણામે સ્કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ એક અરજી લખી છે અને આ અરજીને પોલીસને આપવામાં આવી છે.

વાલીઓએ સ્કૂલમાં પહોંચીને કર્યો વિરોધ
વિદ્યાર્થિનીઓના વાલીઓએ સમગ્ર મામલે સ્કૂલના રસોયા તથા પ્રિન્સિપાલને પણ બદલવાની માગ કરી છે. આ સાથે જ તેમણે પોલીસને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. જો આમ ન થાય તો આગામી દિવસોમાં આંદોલનનો રસ્તો અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

જે બાદ વાલીઓ અને વિધાર્થીનીઓએ શાળાએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ આદિવાસી નેતા અપક્ષ પંચાયત સભ્યને થતા વિધાર્થીનીઓને રસોઈયા દ્વારા હેરાન કરવામાં આવી રહી હોય જે બાબતની આજરોજ ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પણ તપાસના આદેશ આપ્યા છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button