Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા નેતાઓમાં જાણે પક્ષપલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે, એક બાદ એક નેતાઓ પાર્ટી(Party) બદલી રહ્યા છે. ત્યારે હવે NCP નેતા રેશમા પટેલે(Reshma Patel) પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના કલાકોમાં જ તેઓ AAPમાં જોડાઈ ગયા છે. આજે AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા હતા.
રેશ્મા પટેલે પાર્ટીમાંથી અન્યાય થયાનો આક્ષેપ કર્યો
રેશમા પટેલે NCPના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ ફૌજીયા ખાનને પત્ર લખ્યો હતો કે, મેં NCP પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું. મેં ગુજરાતના સત્તાધારીઓની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.