પોલિટિક્સ
Trending

BREAKING/ ભાજપની 38 દિગ્ગજોની ટીમ જાહેર,ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી-જુઓ ટીમમાં કોને કયું સ્થાન?

  • ભાજપે કરી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પોતાની નવી ટીમની કરી જાહેરાત 
  • 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રીની નિયુક્તિ
  • BL સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠનના પદે યથાવત
  • સંજય બંદીને બનાવાયા રાષ્ટ્રીય મહાસચિવ

BJP National Team News: ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ કરી લીધી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી હતી. આમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.સાથે બુંદી સંજય કુમાર અને રાધા મોહન અગ્રવાલને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. નડ્ડાની નવી ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.આ નવી યાદીમાં ગુજરાતમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. 

ભારતીય જનતા પાર્ટીએ નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ અને સૌદાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય કૈલાશ વિજયવર્ગીય, અરુણ સિંહ અને તરુણ ચુગને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. 

સંજીવ બંદીને રાષ્ટ્રીય મહાસચિવ બન્યા

સંજીવ બંદી અને સુનીલ બંસલને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સંજીવ બંદીને કેન્દ્રીય ટીમમાં સામેલ કરીને પાર્ટીએ તેલંગાણાને એક સંદેશ આપ્યો છે. કૈલાશવિજયવર્ગીય, તરુણ ચુગ, વિનોદ તાવડે, અરુણ સિંહને ફરી તક મળી છે અને ફરીથી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એકે એન્ટોનીના પુત્ર અરુણ એન્ટનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. એન્ટની થોડા સમય પહેલા જ પાર્ટીમાં જોડાયા હતા. કેન્દ્રીય ટીમમાં ગોરખપુરના પૂર્વ ધારાસભ્ય રાધા મોહન અગ્રવાલને એન્ટ્રી આપીને યુપીની રાજનીતિમાં મોટો સંદેશો આપ્યો છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, પરંતુ હવે તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપની નવી ટીમની જાહેરાત
ભાજપના 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 મહામંત્રીની જાહેરાત કરી છે. જેમાં સંજીવ બંદીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા તો ડૉ.રમણસિંહ, વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે. આ સાથે રઘુબર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, કૈલાશ વિજયવર્ગિયને રાષ્ટ્રીય મહામંત્રી, અરૂણ સિંહ, તરુણ ચુગને રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે.

આ લોકોને હટાવી દેવાયા

આંધ્રપ્રદેશના પ્રભારી સુનીલ દેવધરને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ સિવાય સીટી રવિ અને દિલીપ સૈકિયાને પણ જનરલ સેક્રેટરી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના સાંસદ અને પૂર્વ સહ ખજાનચીને હટાવીને તેમની જગ્યાએ નરેશ બંસલને કો-ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button