ગુજરાત
Trending

ELECTION BREAKING: રેશ્મા પટેલે NCPમાંથી આપ્યું રાજીનામું,આપમાં જોડાઇ શકે છે તેવા સંકેત

  • પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું
  • રેશમા પટેલે રાજીનામુ આપી પાર્ટીના મોવડીઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા
  • પાર્ટીનું સંચાલન ખોટા હાથમાં ચાલી રહ્યું છે:રેશ્મા પટેલ

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા નેતાઓમાં જાણે પક્ષપલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે, એક બાદ એક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. ત્યારે હવે NCP નેતા રેશ્મા પટેલે (Reshma Patel) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગોંડલમાંથી ચૂંટણી લડવાની વાત સામે આવી હતી. જોકે NCP દ્વારા કોંગ્રેસ સાથે ત્રણ બેઠકો પર ગઠબંધન કરવામાં આવતા અન્ય કોઈ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું નહોતું. આ વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે રેશમા પટેલ હવે AAPમાં જોડાઈ શકે છે અને વિરમગામ સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે.

રેશ્મા પટેલે પાર્ટીમાંથી અન્યાય થયાનો આક્ષેપ કર્યો
રેશ્મા પટેલે  NCPના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ ફૌજીયા ખાનને પત્ર લખ્યો છે કે, મેં NCP પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું. મેં ગુજરાતના સત્તાધારીઓની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.

રેશ્મા પટેલનું રાજીનામુ
રેશ્મા પટેલનું રાજીનામુ

 

એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયા પછી રેશમા પટેલને ક્યાંથી લડાવવા તે પણ મોટો સવાલ બની ગયો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન કર્યું છે. જેથી રેશમા પટેલની સૌરાષ્ટ્રથી ચૂંટણી લડવાની ઈચ્છા રહી ગઈ હતી. ત્યારે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં રેશ્મા પટેલ આપમાં જોડાઇ શકે છે. તેની સાથે જ રેશમા પટેલને આમ આદમી પાર્ટી વિરમગામથી હાર્દિકની સામે રેશમા પટેલને લડાવવાની તૈયારી કરી રહી છે.

આજે AAPમાં જોડાઈ શકે રેશ્મા પટેલ
એવામાં હવે NCPમાંથી રાજીનામું આપ્યું બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિરમગામથી જ હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે. આજે સવારે રેશ્મા પટેલ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં AAPમાં જોડાઈ શકે છે.

કાંધલ જાડેજાનું પણ NCPમાંથી રાજીનામું
નોંધનીય છે કે, અગાઉ NCP દ્વારા ગુજરાતમાં ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ત્રણ બેઠકો પરથી ગઠબંધન કર્યું છે. એવામાં કાંધલ જાડેજાને પણ કુતિયાણા બેઠક પરથી ફોર્મ ભરવા છતાં મેન્ડેટ આપવામાં નહોતું આવ્યું. જે બાદ તેમણે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button