September 20, 2024
KalTak 24 News
Gujarat

Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે;એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું અને ઈન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું કર્યું નિરીક્ષણ

cm-amreli-ambardi-park.jpg

Amreli News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.મુખ્યમંત્રીશ્રી રૂ. ૨૭૨ કરોડના ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા. મુખ્યમંત્રીશ્રી આ મુલાકાત અંતર્ગત બપોર બાદ આંબરડી સફારી પાર્ક પહોંચ્યા હતા.

 


આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ૩૬૫ હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે.ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે.

Image

આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.

Image

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડીના ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત દરમિયાન ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી.

 


ત્યારબાદ આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા ૨૦૧૭થી આ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ, વેઈટિંગ લૉન્જ અને વિશાળ પાર્કિંગ જેવી પ્રવાસન વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.આંબરડી સફારી પાર્કની આ મુલાકાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા અને વન અધિકારીઓ જોડાયા હતા અને જરૂરી વિગતો પૂરી પાડી હતી.

 

 

 

Group 69

 

 

Related posts

બહેનપણીના મિત્ર સાથે સંબંધ બંધાયા બાદ બાળકનો જન્મ થયો,જન્મતાની સાથેજ નવજાતને નીચે ફેંક્યુ જુઓ CCTV

KalTak24 News Team

Navratri 2023: ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર,રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબા,ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસવડાને આપી મૌખિક સૂચના

KalTak24 News Team

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, 63 દિવસમાં સજા સંભળાવાશે

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી