September 20, 2024
KalTak 24 News
Gujarat

સુરતના જાગૃત યુવાન દ્વારા પોતાના જીવનના સાત મંગળફેરા સંગ સમાજને સપ્તપદીના 7 વચન-વાંચો અનોખી પ્રેરણારૂપી કંકોત્રી

Vikas Rakholiya Wedding Kankotri

સુરત(Surat): લોક જાગૃતિ માટે હરહંમેશ તત્પર રહેતા એવા સુરતના જાગૃત નવયુવાન વિકાસ રાખોલીયા(Vikas Rakholiya) જ્યારે પોતાના જીવનસાથી સાથે જિંદગી(Life)ના સાત ફેરા ફરવા જઈ રહ્યા છે ત્યારે પોતાના લગ્નની કંકોત્રી દ્વારા સમાજને અનોખી રીતે સપ્તપદીના સાત વચનો રૂપી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

a unique inspirational kankotri of an enlightened youth of surat1 - Trishul News Gujarati Surat, vikas rakholiya, મંગળફેરા, લગ્ન

વિકાસ રાખોલીયા એ પોતાની લગ્ન કંકોત્રી વિશેજણાવ્યું છે કે વૃક્ષો વાવીએ અને વવડાવીએ, આપણા અસ્તિત્વ માટે વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ, મૂલ્યવાન અને આવશ્યક છે, કારણ કે તેમણે પૃથ્વી ઉપર ના દરેક જીવ ને જીવન માટે બે આવશ્યક તત્વો પૂરા પાડ્યા છે, “અન્ન અને ઓક્સિજન”

જ્યારે કોરોનો કાળ દરમિયાન “અન્ન અને ઓક્સિજન” નું મહત્વ શુ છે ? એ દરેક ને સમજાય ગયું હતું.તેમની માટે પહેલું મગળીયું વચન વૃક્ષ વાવવા માટે નું લખ્યું છે.

આ પણ વાંચો: આપ નેતા અલ્પેશ કથીરિયા-કાવ્યા પટેલ તેમજ ધાર્મિક માલવિયા-મોનાલી હિરપરા લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ Photos

વર્તમાન સમયમા યુવાનો પાન બીડી ના વ્યસન કરતાં કરતાં હવે જે યુવાધન ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે.તેમની માટે બીજું મગળીયું વચન વ્યસન મુક્તિ માટે લખ્યું છે.

લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતિનો અભાવ છે, ટૂંકો રસ્તો ટૂંકો જીવન રોંગ સાઈડ વાહન ચલાવવું જોખમી છે.

ઓનલાઇન પ્લેટફોમના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાઈબર ક્રાઈમ નો ભોગ બને છે. મોટાભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી.સાઈબર ક્રાઈમથી બચવા શું કરી શકાય, આવા સમાજ જાગૃતિના ઘણાં મુદ્દાની સાથે હતાશ થવું નહીં નિરાશ થવું નહીં.

સાત મંગળ ફેરા સંગ સમાજને સપ્તપદીના સાત વચન સંદેશો:

  1. પ્રથમ વચન વૃક્ષો વાવીએ અને વવડાવીએ,
  2. બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ,
  3. ત્રીજું વચન વ્યસન અને વ્યાજ ખોરીથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ,
  4. ચોથું વચન રક્તદાન કરીએ અને કરાવીએ,
  5. પાંચમું વચન ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરીએ,
  6. છઠ્ઠું વચન સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ,
  7. સાતમુ વચન લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.

 

a unique inspirational kankotri of an enlightened youth of surat2 - Trishul News Gujarati Surat, vikas rakholiya, મંગળફેરા, લગ્ન

આવી રીતે કુલ સાત જેટલા પ્રોત્સાહિત વાક્યો પોતાની લગ્નની કંકોત્રીમાં લખ્યા છે. સાથે જ સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતની ખૂબ જ વિગતવાર સમજાવતી બધી જ માહિતી કંકોત્રીમાં છાપવામાં આવી છે. જે પોતાના જીવનરૂપી સાત મંગળફેરારૂપી સમાજને જાગૃતિ માટે સમાજ સપ્તપદીના સાત વચનો ઘર ઘર સુધી પહોંચે તે માટે સંદેશ આપવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ સાત વચનો થકી દરેક વચનમાં સમાજને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

SPECIAL STORY : ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીનો જીવદયા પ્રેમ! ગાયમાતાને ખવડાવ્યો 500 કિલોનો સુકોમેવો.આ પણ વાંચો:

સાથે જ કંકોત્રીમાં લખવામાં આવ્યું છે કે, પ્રસંગની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવશે. ત્યારે લગ્નના આ સમારોહમાં દેશભક્તિ પણ જોવા મળી રહી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય.

અગાઉ પણ સમાજમાં પ્રેરણારૂપી સંદેશ પ્રસરાવી ચુક્યા છે:
ઉલ્લેખનીય છે કે, અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં અકાળા ગામના વતની એવા વિકાસ જયસુખભાઈ રાખોલિયાની સગાઇ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી થઈ હતી અને તેમને નક્કી કર્યું હતું કે, તે પોતાની સગાઈમાં ખોટા ખર્ચા કરવાને બદલે તે રકમ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે અને જે પણ જરૂરીયાતમંદ બાળકોને ખરેખર ભણવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા બે બાળકોને સિલેક્ટ કરી તેમનો ભણતરનો ખર્ચ પણ ઉપાડ્યો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

BIG BREAKING/ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર,આવતીકાલે જાહેર થશે પરિણામ,4 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત;નોંધી લો સમય

KalTak24 News Team

KARGIL VIJAY DIWAS/ ‘સુરતથી સરહદ સુધીની સાહસિક સફર’ ખેડનાર સુરતના પ્રથમ ગુજરાતી મહિલા આર્મી ઓફિસર ‘કેપ્ટન મીરા દવે’

KalTak24 News Team

સુરત/ જીવતા જીવ રક્તદાન,મૃત્યુ બાદ અંગદાન ને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું; જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના સખીયા પરિવાર દ્વારા 41 વર્ષીય પુરુષના અંગોનું કરાયું અંગદાન…

KalTak24 News Team