હવે ભારતમાં Twitter એ કરી Twitter Blue Tick ની શરૂઆત, વર્ષમાં સબ્સ્ક્રિપ્શન માટે આપવા પડશે આટલા રૂપિયા,અરે બાપ રે!

Twitter Blue:માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) ની કમાન સંભાળ્યા પછી, કંપનીના નવા બોસ એલોન મસ્કે કંપનીની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા અને એ નિર્ણયોમાંથી એક હતો ટ્વિટર બ્લુ ટિક માટે યુઝર્સે પૈસા ચૂકવવાનો નિર્ણય. જણાવી દઈએ કે ટ્વિટરે હવે ભારતમાં યુઝર્સ માટે બ્લુ ટિક માટે પૈસા વસૂલવાની આ સેવા શરૂ કરી છે. ટ્વિટરે ભારતમાં પણ તેની સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે
ટ્વિટર બ્લૂ ટીક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ભારતમાં ટ્વિટર બ્લુ સેવાની કિંમત 650 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. અંહિયા નોંધનીય છે કે વેબ યુઝર્સને ટ્વિટર બ્લુ માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે પણ એ સામે જ મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. આ બ્લુ ટિકનો ચાર્જ ભારતમાં એન્ડ્રોઈડ અને એપલ આઈફોન બંને યુઝર્સ માટે સમાન છે.
વેબ યુઝર્સ માટે દર મહિને ચાર્જ થોડો ઓછો છે એટલે કે જો તમે વેબ યુઝર છો અને બ્લુ ટિક ઈચ્છો છો તો તમારે કંપનીને દર મહિને માત્ર 650 રૂપિયા ચૂકવવા પડશે, આ સાથે જ જો કોઈ યુઝર વાર્ષિક પ્લાન લે છે, તો તેને દર મહિને 566.70 રૂપિયા ખર્ચવા પડશે એટલે કે વાર્ષિક 6,800 ચૂકવવા પડશે. ટ્વિટરે ભારતીય મોબાઈલ યુઝર્સ માટે ભારતમાં ટ્વિટર બ્લુ ટિક પ્રાઈસ માટે દર મહિને 900 રૂપિયા વસૂલવાનું નક્કી કર્યું છે.

આ દેશમાં ટ્વિટર બ્લૂ ટીક માટે આટલી કિંમત
ટ્વિટરે તાજેતરમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં ટ્વિટર બ્લુ સેવા શરૂ કરી છે. આ દેશોમાં, વેબ યુઝર્સ માટે ટ્વિટરનું બ્લુ સબસ્ક્રિપ્શન ચાર્જ દર મહિને $8 છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે $84 ખર્ચવા પડશે. Twitter Android વપરાશકર્તાઓ પાસેથી $3 વધુ ચાર્જ કરીને Google ને કમિશન ચૂકવશે.
આ ફીચર્સ ટ્વિટર બ્લુ પર ઉપલબ્ધ હશે
ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સને બ્લુ ટિક આપવામાં આવે છે.
- યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની સુવિધા મળે છે.
- યુઝર્સ 4000 અક્ષરો સુધીની ટ્વીટ પોસ્ટ કરી શકશે.
- 1080p વિડિયોમાં વિડિયો અપલોડની સુવિધા.
- રીડર મોડ એક્સેસ.
- યુઝર્સ ઓછી જાહેરાતો પણ જોશે.
- આ યુઝર્સના ટ્વીટને રિપ્લાય અને ટ્વીટ્સમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp