April 6, 2025
KalTak 24 News
Gujarat

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.65,ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા,જુઓ VIDEO

Sardar Sarovar Narmada dam
  • ડેમમાંથી પ્રારંભિક તબક્કે 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી શકે
  • નર્મદા,ભરૂચ,વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપીલ
  • હાલ ડેમમાં પાણીની આવક 5,80,000 ક્યૂસેક છે

Sardar Sarovar Dam: મધ્યપ્રદેશમાં થયેલ સારા વરસાદના પગલે ગુજરાતની જીવા દોરી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. આજે સવારે 8 વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરથી વધુ નોંધાઈ હતી. આમ પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે અને અત્યારે ડેમના 5 દરવાજા ખોલાયા છે.

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર ખોલતા નર્મદા નદીનું પાણી તોફાની બનીને વહી રહ્યું છે. મધ્યપ્રદેશના પ્રખ્યાત મહેશ્વર ગામના બસ સ્ટેશન સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાઈ છે. નદીની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ નર્મદા નદીના પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

મહત્ત્વનું છે કે, પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 કલાકે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

  • ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ.
  • ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મહત્ત્વનું છે કે, ઇન્દિરા સાગરના 12 ગેટ 10 મીટર ખોલાયા છે. તેમજ પાવર હાઉસના આઠ યુનિટોમાંથી કુલ 9.89 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થતા સરદાર સરોવરમાં આવક વધી છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના અત્યારે ડેમના 5 દરવાજા ખોલાયા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના 5 દરવાજા બપોરે 12 વાગ્યા પછી ખોલી પાણી છોડવામાં આવ્યું છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્ધારા નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી છે. પાણીની આવક 1, 66, 371 કયુસેક નોંધાઈ છે.

શિનોરના મામલતદાર મુકેશ શાહના જણાવ્યા મુજબ, હાલ નર્મદા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. એક બાદ એક 10 દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદીમાં પાણી છોડાશે. એક લાખ 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે, જેથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. કરજણા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત વડોદરાના વિશ્વામિત્રી અને દેવ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. વાઘોડીયા તાલુકાના નદીકાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મામલતદાર અને તલાટી કમ મંત્રીને હેડક્વાટર્સ ન છોડવા તાકીદ કરવામાં આવી છે.

 

 

Related posts

BIG BREAKING: રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, 2 વર્ષની સજા પર સ્ટે અંગેની અરજી હાઈકોર્ટે ફગાવી

KalTak24 News Team

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી,કોને ક્યાંથી મળી વિધાનસભાની ટિકિટ ?

Sanskar Sojitra

PM મોદી આજે સૌરાષ્ટ્રમાં ગજવશે સભા, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં