ગુજરાત
Trending

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી: ગુજરાતના આ શહેરમાં પડશે અતિભારે વરસાદ,જલ્દી જુઓ આખું લિસ્ટ…

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, છોટાઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

Weather Forecast Gujarat : ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેમ બિલકુલ વરસાદ ન પડતા ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બની હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છેના કારણે ફરી એક વાર મેઘરાજા વિવધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની (heavy rain Forecast) આગાહી કરવામા આવી છે. અંબાબાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમા ભારે વરસાદની આગાહી
અંબાબાલ પટેલ દ્વારા આગામી 24 કલાક રાજ્યના વિવધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,દ. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવધ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે,મધ્ય ગુજરાતમાં પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, આગામી 24 કલાક વડોદરા ખેડા આણંદ મહેમદાવાદ કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠામાંના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં અરવલ્લી, માલપુર મેઘરજ વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

તેમણે આગળ કહ્યું કે, સૌરાષ્ટ્રના ભાગો વરસાદથી વંચિત છે ત્યાં ગીર, અમરેલી, ખાંભા અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. તો હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે વરસાદની આ આગાહી ખેડૂતોના ચહેરા પર સ્મિત લઈને આવી છે.

આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા
આ સાથે અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તેમજ વરસાદની સાથે પવન ફૂકાવાની પણ આગાહી કરવામા આવી છે. તેમજ અંબાલાલે વરસાદને કારણે મગફળી કપાસ સહિતના પાકને નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગર તેમજ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે જેના કારણે આ વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.

16 સપ્ટેમ્બર ના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

17 સપ્ટેમ્બર ના રોજ છોટા ઉદેપુર-નર્મદા-સુરત-તાપી-ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે તેમજ પંચમહાલ-દાહોદ-વડોદરા-ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,

18 સપ્ટેમ્બરના રોજ નર્મદા-તાપી-પંચમહાલ-દાહોદ-છોટા ઉદેપુર-ભરૂચ-સુરત-ડાંગ- નવસારી-વલસાડ-દમણમાં ભારેથી અતિભારે તેમજ બનાસકાંઠા-મહેસાણા-સાબરકાંઠા-ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ-આણંદ-મહીસાગર-વડોદરા-અમરેલી-ભાવનગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

19 સપ્ટેમ્બર ના રોજ સુરેન્દ્રનગર-મોરબી-બોટાદમાં ભારેથી અતિભારે તેમજ પાટણ-મહેસાણા-ગાંધીનગર-ખેડા-અમદાવાદ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

20 સપ્ટેમ્બર કચ્છ-દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા