Aadhar Card: આજના સમયમાં દેશમાં આધાર કાર્ડ ખુબ જ ઉપયોગી, જરૂરી અને મહત્વપુર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે બાળકોના શાળામાં પ્રવેશથી લઈને મિલકતની ખરીદી, હોસ્પિટલથી લઈને મુસાફરી સુધી દરેક જગ્યાએ આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ જરૂરી છે. એટલું જ નહીં ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો બનાવવા માટે પણ આધાર જરૂરી છે. આવી સ્થિતિમાં આ 12 અંકનો આધાર નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે તે ખોવાઈ જાય છે ત્યારે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો જરૂરી હોય તો કોઈપણ વ્યક્તિ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને આધાર ડાઉનલોડ કરી શકે છે.
આધાર ડાઉનલોડ કરવા માટે શું જરૂરી છે ?
આધાર ડાઉનલોડ કરવા માટે 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID નંબર જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને તમારી પાસે તેનો નંબર કે એનરોલમેન્ટ આઈડી નંબર નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આ બે નંબર વગર પણ ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. ઈ-આધાર ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા એનરોલમેન્ટ આઈડી પુનઃપ્રાપ્ત કરવું પડશે.
એનરોલમેન્ટ આઈડી કેવી રીતે મેળવવું ?
- એનરોલમેન્ટ આઈડી મેળવવા માટે સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- પછી તમારા મોબાઈલ ફોન પર Get Aadhaarવિકલ્પ પસંદ કરો.
- આ પછી Enrolment ID Retrieve ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી તમારી બધી વિગતો ભરો અને Send OTP વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે તેને એન્ટર કરો.
- પછી તમને તમારા નંબર પર એનરોલમેન્ટ આઈડી અથવા આધાર નંબર મળશે.
આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
- આધાર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા આધારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- આ પછી તમે ડાઉનલોડ આધાર વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી દાખલ કરો.
- આ પછી તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો.
- આ પછી OTP દાખલ કરો.
- તમારું ઈ-આધાર ડાઉનલોડ થઈ જશે. તેની પ્રિન્ટ આઉટ લો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube