June 23, 2024
KalTak 24 News
Lifestyle

શું તમારા પરસેવાના કારણે વાળમાં ચીકાશ થાય છે?જો હા તો.. બસ આ કામ કરો અને વાળમાંથી ચીકાશ દૂર કરો…

hair-heat-and-sweat-stickiness-and-itching-in-hair-is-increasing-take-proper-care-lifestyle

Sticky Hair: ઉનાળો આવતાની સાથે અનેક પ્રકારની સાવધાની આપણ શરીર માટે રાખવી પડે છે. તેમાં પણ ખાસ કરીને વાળ અન ત્વચાની કાળજી ખુબ રાખવી પડે છે. ગરમીના કારણે વાળ ચીકણા થઈ જાય છે અને પછી તેમા ખંજવાળ આવવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે આ સમસ્યાથી દુર રહેશો.

વાળ સુંદર અને ચમકદાર રહેશે

કોઈ પણ માણસની સુંદરતામાં વધારો ચહેરો અને વાળ કરે છે. તેના કારણે જ લોકો ચહેરા અને વાળ માટે પૈસા ભાંગે છે. આપણી જીવનશૈલી અને હવામાન વાળને નુકશાન પહોંચાડે છે. ઉનાળો આવતાની સાથે તીવ્ર સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે વાળ ચીકણા, ખંજવાળ અને રફ થઈ જતા હોય છે. આવું થવાના કારણે વાળ ઝડપથી ખરે છે અને રફ પણ બની જાય છે. ઉનાળો આવતાની સાથે યોગ્ય વાળની કાળજી લેવી જરૂરી છે. જેનાથી તમારા વાળ સુંદર અને ચમકદાર રહેશે.

News18 Gujarati

યોગ્ય પોષણ આપો

આજના સમયમાં લોકો વાળની સંભાળ લેવાનું ભૂલી જાય છે. રોજ ધ્યાન આપતા નથી અને એકસાથે ટ્રીટમેન્ટ કરાવે છે. તમે ઉનાળામાં તમારે રાત્રે સૂતા પહેલા વાળમાં એલોવેરા જેલ મિક્સ કરીને ગુલાબજળ લગાવવું જોઈએ. તેમાં તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ માસ્કના કારણે તમારા વાળની સુંદરતા વધી જશે. તમારે અઠવાડિયામાં એક વખત ચોક્કસ દહીં લગાવવું પડશે.

ટુવાલ હીટિંગ

જો તમે સ્પા માટે ન જાવ તો તમે ઘરે પણ સ્પા કરી શકો છો. ઘરે તમારા વાળને ટોવેલ હીટિંગ કરીને તમારા વાળને ટ્રીટમેન્ટ આપી શકો છો. ટુવાલને ગરમ પાણીમાં પલાળી અને તેને તમારા વાળને ઢાંકી દો. આ રીતે પોષક તત્વો માથાની ચામડી સુધી પહોંચે છે. જેની સીધી અસર તમારા વાળ પર પડે છે.

News18 Gujarati

કન્ડિશનિંગ લગાવો

ઉનાળામાં વાળનું કન્ડિશનિંગ પણ ખુબ જરૂરી છે. તમે વાળની ​​ડીપ કન્ડીશનીંગ માટે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. તમારા વાળમાં દૂધ લગાવો. તેલની જેમ તેને લગાવો. થોડી વાર પછી તેને ધોઈ લો. જેના કારણે તમારા વાળ સુંદર થઈ જશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. KalTak24news.com તેની પુષ્ટિ કરતું નથી.)

 

Group 69

 

 

Related posts

ચોકલેટ દરરોજ કેમ ખાવી જોઈએ? ફાયદાઓ જાણીને તમે પણ ચોંકી જશો

KalTak24 News Team

જો અડધી રાત્રે એક જ સમયે ઊંઘ ઉડી જાય છે, તો સતર્ક રહેજો, આ બીમારીના લક્ષણ હોય શકે છે

Sanskar Sojitra

Tea Side Effects/ દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ચા પીવાથી આ બીમારીઓ થવાનું છે જોખમ -વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા