April 10, 2025
KalTak 24 News
Gujarat

કોણે કરી હતી પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા, જાણો તેની પાછળની લોકવાયકા અને તેનું મહત્વ

Girnar Lili Parikrama 2024: ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ, દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ અગિયારસથી દર વર્ષે ગિરનારની પરિક્રમા શરૂઆત થાય છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે.

જો કે, જે લોકો આ પરિક્રમા વિશે ખૂબ ઓછું જાણતા હોય છે તેમના મનમાં આ પરિક્રમાને લઈ અનેક સવાલો ઉભા થતા હોય છે. જેમાંનો એક સવાલ આ પરિક્રમાની શરૂઆત કોણે કરી તેવો પણ છે. જે વિશે આજે આપણે જાણીશું.જૂનાગઢમાં આ વર્ષે લીલી પરિક્રમા 12 નવેમ્બરથી શરૂ થશે અને પાંચ દિવસ સુધી ચાલશે. ભક્તો ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર કાપી પરિક્રમા પૂર્ણ કરે છે.

જૂનાગઢથી 15 કિલોમીટર દૂર બગડું ગામ આવેલું છે. આ બગડું ગામની અંદર પ્રવેશ કરતા પહેલા જ અજાબાપાની સમાધિ આવે છે. જે અંતર્ગત 1919માં જે સમયે સૌપ્રથમ વખત પરિક્રમા થઈ ત્યારની અહીં સ્મૃતિ યથાવત છે. એવું કહેવાય છે કે અજાબાપા પહેલા બગડું ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા હતા અને ત્યાં એક ફરાળી બાવા દામોદર કુંડ ખાતે વસવાટ કરતા હતા. આ ફરાળી બાવાને ગાયના દૂધની છાશ ખૂબ જ વ્હાલી હતી. જેથી અજાબાપા દરરોજ નિત્યક્રમ પ્રમાણે ચાલીને જતા અને તેમના માટે છાશ લઈને નીકળતા હતા. એક દિવસ તેમની આ સેવાથી ફરાળી બાવા પ્રસન્ન થયા હતા.

ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ

એવું માનવામાં આવે છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે. માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે.

કોણે કરી હતી ગિરનારની પ્રથમ લીલી પરિક્રમા

ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે. પુરાણોની ધાર્મિક કહાની અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદીર પાસે બહેન સુભદ્રા અને અર્જુનનાં લગ્ન કરાવ્યા હતા.

૩૩ કરોડ દેવતાઓએ શ્રી કૃષ્ણ સાથે વસવાટ કર્યો હતો

તત અગીયારસથી પૂનમ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી પરિક્રમા બાદ આ પરિક્રમાનો સિલસીલો શરૂ થયું હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીં રોકાયા હતા ત્યારે ૩૩ કરોડ દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય મેળવવા માટે અહીં તેમની સાથે વસવાટ કર્યો હતો.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

નર્મદા/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અને શહેરાવ ઘાટ સુધી પરિક્રમા કરી, પરિક્રમાર્થીઓ સાથે સંવાદ કર્યો

Mittal Patel

ગુજરાત સરકાર એક્શન મોડમાં : PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની 5 હોસ્પિટલ સસ્પેન્ડ

Mittal Patel

જામકંડોરણાના શહીદ અગ્નિવીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ આપી શ્રદ્ધાંજલિ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં