September 20, 2024
KalTak 24 News
Gujarat

દ્વારકા બાદ રાજ્યના વધુ એક જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ,મંદિર બહાર લગાવાઈ નોટિસ

Dakor temple
  • ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓએ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ
  • ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
  • દ્વારકાધીશ મંદિર બાદ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં નિર્ણય
  • ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવતી નોટિસ લગાવાઇ

Dakor Temple: રાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

ડાકોર મંદિરમાં નોટીસ લગાવાઈ

દ્વારકા બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર રોક લગાવી છે. આ પહેલા ગઈકાલે દ્વારકાના દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો તેમજ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી હતી ત્યારે હવે દ્વારકા બાદ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શક્સે નહીં. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે જેમાં લખવામાં આવ્યુ છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે.

content image 0393ebd1 121d 40ed 9349 e9fd4a32ec61

ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે.રાજ્યમાં પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવું દ્વારકાનું જગતમંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ ધર્મસ્થાન છે અને દરરોજ હજોર શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા આવે છે ત્યારે ગઈકાલે દર્શનાર્થે આવતા ભક્તો માટે એક નિર્ણય કરવાનો આવ્યો હતો જેમાં મંદિરના પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આ સાથે જ મંદિરની બહાર મોટા બેનર પણ લગાવાયા હતા. ઉલ્લેખનીય છે કે દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થી આવતા હોય છે જેને લઈને હવે સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરવામાં આવી હતી. દ્વારકા જગત મંદિરમાં આવતા ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં બેનર્સ લગાવવામાં આવ્યા હતા. આ સિવાય જૂદા જૂદા માધ્યમોથી પણ દર્શનાર્થે આવતા ભક્તોને માહિતી આપવામાં આવી રહી છે. દ્વારકાવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત સ્થાનિક તંત્ર, હોટેલના માલીકો, રીક્ષાચાલકો તેમજ અન્ય સ્થાનિક નાગરિકોને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Dwarka

મહત્વનું છે કે ગુજરાતના મોટાભાગના યાત્રાધામોમાં હવે મંદિરમાં દર્શન કરતી વખતે ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ડાકોર મંદિરમાં પણ હાલ અપીલ કરવામાં આવતા હોવાના પેમ્પલેટ મંદિર પરિસરમાં ઠેર ઠેર ચોંટાડવામાં આવ્યા છે. જોકે અગાઉ પણ આવો એક નિર્ણય ડાકોર મંદિરમાં લેવામાં આવ્યો હતો. પરંતુ હવે મંદિર પ્રશાસન આ નિર્ણય અંગે મક્કમ થયું છે. અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને રોકવામાં આવશે. તથા જો તે પુરુષ દર્શનાર્થી છે તો તેમની વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી પીતાંબર સ્વરૂપે કરવામાં આવી છે. જ્યારે મહિલાઓને જો દર્શન કરવા હશે તો તકલીફ પડશે તેવી વાત પણ સામે આવી રહી છે.

 

Related posts

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનના ચૂકવવો પડશે ચાર્જ,જાણો કેટલો વસૂલાશે ચાર્જ

KalTak24 News Team

Surat/ ગરબા રમતા સમયે જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક જ મેડિકલ હેલ્પ લો,શું કહ્યું ડોક્ટરે જાણો વધુ વિગતો?

KalTak24 News Team

સુરતમાં પાંચ વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈ મોટા પપ્પાએ કરી બળજબરી;લોહી નીકળતાં પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

KalTak24 News Team