ગુજરાત
Trending

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનના ચૂકવવો પડશે ચાર્જ,જાણો કેટલો વસૂલાશે ચાર્જ

  • ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે ચૂકવવા પડશે પૈસા 
  • ભગવાનના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે 
  • મહિલાઓ માટે રૂ.250 ચાર્જ વસૂલાશે
  • 12 વર્ષથી નાના બાળકો માટે કોઈ ચાર્જ નહીં

500 rupees for VIP darshan of Ranchodharai in Dakor: ડાકોરમાં રણછોડરાયના દર્શનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે રણછોડરાયના દર્શન કરવા માટે પૈસા ચૂકવવા પડશે. વિગતો મુજબ ભગવાન રણછોડરાયના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા આ વિવાદીત નિર્ણય લેવાયો છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે VIP દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા એક વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે.

Dakor: If the devotees want to have a VIP darshan of Lord Ranchhodraiji, they can pay 500 rupees. Dakor: હવે 500 રૂપિયા ચૂકવો અને રણછોડરાયજીના નજીકથી કરો દર્શન, મંદિર કમિટીએ લીધો નિર્ણય

ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે.જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. પરીવાર સાથે આવેલા બાળકને ફ્રી દર્શન.જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે હાલમાં જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે તમામ લોકોને પોસાઈ શકે તેમ નથી. આ નિયમના કારણે જે દર્શનાર્થીઓ પૂનમ ભરવા ડાકોર મંદિરે આવે છે તેમને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

56ee701f45fa15bb5c516b2dced45bb3169293952532074 original

મહત્વની વાત કરવામાં આવે તો 1982 થી નિજ મંદિર પ્રવેશ બંધ કર્યા બાદ રાજા રણછોડરાયજીના નજીકથી દર્શન કરાવવાનો આ નિર્ણય કેટલાક ભક્તો સ્વીકારી રહ્યા છે તો કેટલાક ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભક્તો પાસેથી લેવામાં આવતા 500 રૂપિયા ભક્તોની સુવિધા પાછળ વાપરવા માટે ટેમ્પલ કમિટી દ્ધારા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ નિર્ણયથી ભક્તોમાં ખુશી પણ દેખાઈ રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button