September 20, 2024
KalTak 24 News
Bharat

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન, ઘણા સમયથી હતા બીમાર;પદ્મ વિભૂષણથી સન્માનિત પણ થયા હતા

veteran-congress-leader-and-former-external-affairs-minister-natwar-singh-passes-away-was-ill-for-a-long-time

Congress Leader Natwar Singh Died: દેશના પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રસના દિગ્ગજ નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થઇ ગયું. તે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. નટવર સિંહ એક મુખ્ય કોંગ્રેસી નેતા હતા જેમણે યુપીએના શાસનમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ હસ્તક કામ કર્યું હતું. 

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સંવેદના વ્યક્ત કરી 

સિંહ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના વતની હતા. તેમણે અજમેરની મેયો કોલેજ અને ગ્વાલિયરની સિંધિયા કોલેજથી અભ્યાસ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી.  ભજનલાલ શર્માએ એક્સ પર પોસ્ટ કરી હતી કે ભારત સરકારમાં પૂર્વ વિદેશમંત્રી, પદ્મ વિભૂષણથી સન્માનિત નટવર સિંહના નિધન અંત્યત દુઃખદ છે. ભગવાનથી પ્રાર્થના છે કે દિવંગત આત્માને ચરણોમાં સ્થાન અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે. 

નટવર સિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 16 મે, 1929ના રોજ ભરતપુરમાં થયો હતો. તેમણે મે-2004 થી ડિસેમ્બર-2005 સુધી મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના પુત્ર જગત સિંહ હાલમાં ભરતપુરના નાદબાઈથી ભાજપના ધારાસભ્ય છે. નટવર સિંહની પત્ની હેમિંદર કૌર કેપ્ટન અમરિંદર સિંહની બહેન છે. નટવર સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે. નટવર સિંહ બે વખત લોકસભાના અને એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા છે.

રાજદ્વારીથી રાજકારણી સુધીની સફર

કુંવર નટવર સિંહ મે 2004થી ડિસેમ્બર 2005 સુધી વિદેશ મંત્રી પદે કામ કરી ચૂક્યા હતા.નટવર સિંહ એક ભારતીય રાજદ્વારી અને અનુભવી રાજકારણી હતા. તેઓ 1953માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેમણે યુનિસેફના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. 1963 અને 1966 ની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘણી સમિતિઓમાં તેમણે કામ કર્યું. તેઓ 1966માં ઈન્દિરા ગાંધીના વડા પ્રધાન સચિવાલયમાં નિયુક્ત થયા હતા.

1971 થી 1973 સુધી તેઓ પોલેન્ડમાં ભારતના રાજદૂત હતા. ત્યારબાદ 1980 થી 1982 સુધી તેમણે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી. સિંહે વિદેશ મંત્રાલયમાં સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેના પછી 2004 માં ભારતના વિદેશ મંત્રી બનવા સુધીમાં તેમની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. 1984માં ભારત સરકારે તેમને ભારતના ત્રીજા સૌથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.આ વર્ષે તેમણે ચૂંટણી લડવા માટે તેમની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.

 

 

Group 69

 

 

Related posts

પશ્ચિમ બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના,કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી ટ્રેનની ટક્કર,અનેક લોકો ઘાયલ થયાની આશંકા

KalTak24 News Team

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનમાં મદુરાઈ પાસે ભીષણ આગ,9 શ્રદ્ધાળુના નિધન,25થી વધુ ઘાયલ હોવાના અહેવાલ

KalTak24 News Team

પશ્ચિમ બંગાળમાં ફરી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થમારો,ઘટનાઓ અટકાવવા રેલવેએ લીધો મોટો નિર્ણય

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી