April 7, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ! ,ટેકસટાઈલ નીતિ જેમ જ ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે પૉલિસી જાહેર કરવાની માગ

surat-news-bjp-mla-letter-to-cm-demand-new-policy-for-diamond-industries.jpg
  • સુરતનાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ!
  • ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો 
  • ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી 
  • નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા 

સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) વધુ એક લેટર ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી 5 વર્ષ માટે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રે આ સેક્ટરમાં કાર્યરત સ્વ સહાય જૂથોને સાંકળવામાં આવ્યા છે.ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી છે. ધારાસભ્યે પત્રમાં ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત કરી છે. સાથે જ નવી ટેક્સટાઈલ પોલીસી (New Textile Policy) જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.આ સાથે જ સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે પણ આવી જ પૉલિસી જાહેર કરવાની માંગ કરી છે.

May be an image of text
ધારાસભ્ય કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

ધારાસભ્ય કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લોકમુદ્દાઓ માટે આવાજ ઉઠાવતા હોય છે. લોકોની સમસ્યાને લઈ સંબંધિત વિભાગને ધારાસભ્ય દ્વારા લખેલા પત્ર પણ ચર્ચામાં રહે છે. ત્યારે ધારાસભ્યનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો છે. વરાછાનાં (Varachha) ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી (Diamond Policy) બનાવવા ધારાસભ્યે માગ કરી છે. ધારાસભ્યે તેમના પત્રમાં મંદીને કારણે ડાયમંડ ઉદ્યોગ કપરા સમયનો સામનો કરી રહ્યો હોવાની વાત કહી છે.

ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યુ કે ભયંકર મંદીનાં કારણે ઘણા યુનિટોને બંધ કરવાની નોબત આવી છે. હીરા ઉદ્યોગમાં (Diamond Industry) કારીગરોને છૂટા કરી દેવાનું પ્રમાણ પણ વધી ગયું છે. રત્નકલાકારોને બેકારીમાં કુંટુંબનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. રત્નકલાકારોમાં રોજબરોજ આત્મહત્યાનાં કિસ્સાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આથી, ડાયમંડ પોલિસી બનાવવા ધારાસભ્યે રજૂઆત કરી છે. આ સાથે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારને નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

 

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

બોટાદ/‌ મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ;હાલમાં CM કાર્યાલયમાં કાર્યરત

KalTak24 News Team

Maharashtra Election 2024: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે મહારાષ્ટ્રના પ્રવાસે, એક દિવસમાં 4 જનસભાઓ ગજવશે

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં