Sports News: ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના યુવાનોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ અને સહભાગીતા વધે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વર્ષોથી ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. ખેલ મહાકુંભના આયોજનથી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં વિવિધ મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે.
ગુજરાતના સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં ઉતરાખંડ ખાતે સાયકલીંગ રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું, ૧૧મી ખેલ મહાકુંભની આવૃત્તિમાં મુસ્કાને સર્વપ્રથમ સાયકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, આ પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ એનું સપનું હતું કે, નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવો એ સપનું તેને સાકાર કર્યું છે, જ્યારે મુસ્કાને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની C.O.E. સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજના હેઠળ તાલીમ મેળવી આજે ૩૮મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મે જીત્યો છે. ગત વર્ષે ૩૭મી નેશનલ ગેમ્સમાં મને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ મારા કોચ અને ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સની તાલીમથી આજે મારું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું છે.
મુસ્કાન ગુપ્તાને ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલ પ્રતિભા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસ્કાનની વિશેષ સિદ્ધિઓમાં ૬૫મી નેશનલ સ્કૂલ ગેમ્સ સાયકલીંગ(રોડ) ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ (SGFI), ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૧માં ગોલ્ડ મેડલ, ૧૧માં ખેલ મહાકુંભમાં સાઈકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ, ૩૭મી નેશનલ ગેમ્સ ગોવા ખાતે સિલ્વર મેડલ, ૬૪મી નેશનલ સ્કૂલ ગેમ્સ સાયકલીંગ(રોડ) ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ SGFI, ૨૯મી રોડ સાયકલીંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૦માં સિલ્વર મેડલ, નેશનલ ખેલો ઇન્ડિયા મહિલા લીગ ૨૦૨૩માં સિલ્વર મેડલ, બીજી નેશનલ રોડ સાયકલીંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને ૨૪મી નેશનલ રોડ સાયકલીંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ગુજરાતના સુરત શહેરની દીકરી ટ્વીશા કાકડિયાએ ગોવા ખાતે ૩૭મી નેશનલ ગેમ્સ અને ઉતરાખંડ ખાતે ૩૮મી નેશનલ ગેમ્સમાં ટેક્વોન્ડો રમતમાં સતત બે વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ખેલ મહાકુંભના માધ્યમથી ટ્વીશા કાકડિયા એ રમત ગમત ક્ષેત્રે એક આગવું નામ હાંસલ કર્યું છે. તેણે ગુજરાત સરકારના ખેલ મહાકુંભ તેમજ સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજનાનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની આ યોજનાઓ થકી આજે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું છે, સેન્ટર ઓફ એક્સેલેન્સ યોજના હેઠળ ટ્વીશા છેલ્લા ૮ વર્ષથી ટેક્વોન્ડો રમતની તાલીમ મેળવી રહી છે, ટ્વીશાએ સતત ૬ વર્ષથી ખેલ મહાકુભમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ટ્વીશા કાકડિયા દ્વારા વિશ્વ ટેક્વોન્ડો ચૅમ્પિયનશિપ, અઝરબૈજાનમાં ભાગ લીધો હતો, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ૨૦૧૯-૨૦માં બ્રોન્ઝ મેડલ, બીજી ખેલો ઈન્ડિયા વિમેન્સ નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ, ધારવાડમાં ગોલ્ડ મેડલ, ૩૮મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૩- પુડુચેરીમાં ગોલ્ડ મેડલ, ૪૦મી નેશનલ સિનિયર ટેકવોન્ડો ચેમ્પિયનશિપ, પોંડિચેરીમાં ગોલ્ડ મેડલ તેમજ ૩૯મી નેશનલ સિનિયર ક્યોરુગીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અત્રે ઉલેખ્ખનીય છે કે, ૩૮મી નેશનલ ગેમ્સનું આયોજન તા.૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવપુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ૩૮મી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ, આર્ચરી, બેડમિન્ટન, બોક્સિંગ, કેનોઈ સ્લેલોમ, સાયકલિંગ, ફેન્સિંગ, જિમ્નાસ્ટિક્સ, જુડો, ખો-ખો, લોન ટેનિસ, મલ્લખંમ, મોર્ડન પેન્ટાથલોન, નેટ બોલ, શૂટિંગ, સ્ક્વોશ, ટેબલ ટેનિસ, તાઈકવૉન્ડો, ટ્રાયથ્લોન, વેઈટલિફ્ટિંગ, કુસ્તી, વુશુ, યોગાસનનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતની બે ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ દીકરીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત પુરસ્કાર આપવામાં આવશે..
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube