March 25, 2025
KalTak 24 News
Gujaratસુરત

હિટ એન્ડ રનઃ સુરતના આઉટર રીંગરોડ વાલક બ્રિજ પર મોડીરાત્રે કારે ડિવાઈડર કુદીને 5 વાહનોને અડફેટે લીધા,બે સગા ભાઈઓના મોત, 4 ઈજાગ્રસ્ત

Surat Hit and Run: ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર રાત્રીના સમયે ફોરવ્હીલ કાર ચાલકે ડીવાઈડર કુદીને સામેની સાઈડ આવી ગયી હતી અને 5 વાહનો સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મોડી રાતે સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતી કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર કુદાવીને સામેની સાઈડ આવી ગયી હતી અને એક બાદ એક એમ 5 વાહનો સહિત 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા છે જયારે એક મહિલા સહીત 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. અકસ્માતને પગલે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

car-jumps-divider-and-hits-5-vehicles-in-surat-2-cousins-killed-472301

અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા. જેમાંથી એકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

કાર ચાલક થયો ફરાર, પોલીસે હાથ ધરી તપાસ

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીનો નંબર GJ 05-RF-0317 નોંધવામાં આવ્યો હતો.નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક શખસને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયાં હતાં. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર,વાંચો સંપૂર્ણ યાદી

Sanskar Sojitra

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

KalTak24 News Team

દિવાળી પહેલા જ સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનેદારે તાપીમાં લગાવી મોતની છલાંગ,શું છે સમગ્ર મામલો?

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં