Bhavnagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel Bhavnagar) આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.
धेनु त्वं कामधेनु, सर्वपापनिवारिणी।
मोक्षफल प्रदायिनी, माम् मातृदेवी नमोस्तुते।।શ્રી સર્વેશ્વર ગૌધામ – કોબડી ખાતે કામધેનુ ગૌમાતાની પૂજા-અર્ચનાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
અહીં વયોવૃદ્ધ બળદો, બિમાર ગૌ માતા, મા વિનાના વાછરડાની સંભાળ માટેની સુવિધાઓ તથા ઓપરેશન થિયેટર વગેરેની મુલાકાત… pic.twitter.com/OEw8n1P699
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 4, 2024
મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ કામધેનુ ગૌમાતાની પૂજા અર્ચના કરીને વયોવૃદ્ધ બળદો, અપંગ ગૌમાતા, અંધ ગૌ માતા, બિમાર ગૌ માતા, મા વિનાના વાછરડા તથા ઓપરેશન થિયેટર અને એમ્બ્યુલન્સના સ્ટોલની મુલાકાત લીધી હતી.ગૌ ગોષ્ઠી સમારોહનું પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ તેમજ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠિઓ ગૌ સેવકો સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવેણાની પાવનધરા પર સૌ પ્રથમ વખત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સ્વાગત પ્રવચન ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી એ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડે. મેયર શ્રી મોનાબેન પારેખ, આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી આર. સી. મકવાણા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત ગૌપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube