Somnath Demolition Drive: જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન(Mega demolition) હાથ ધરવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતનાં સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં ઘણા અવૈધ નિર્માણો કરવામાં આવ્યાં હતા જેને દૂર કરવા માટે પ્રશાસનની ટીમ પહોંચી છે. નોંધનીય છે કે, ગીર સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે. શહેરમાં શાંતિ બની રહે એ માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો પર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામ થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.
સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.
सोमनाथ में गुजरात सरकार का बड़ा बुलडोज़र ऐक्शन .. महीनो के सर्वे के बाद सोमनाथ टेम्पल के पीछे के भाग में सरकारी जमीन पर अतिक्रमण को खाली करवाया जा रहा है .. देर रात शुरू हुए ऑपरेशन से पहले स्थानीय लोगों ने बड़ी संख्या में इक्कट्ठा होकर कार्यवाही को रोकने की कोशिश की पर पुलिस ने… pic.twitter.com/Q9gQnnQurY
— Nirnay Kapoor (@nirnaykapoor) September 28, 2024
પોલીસ દળો તૈનાત કર્યા
ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસનાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતાં મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર,IGP ઉપરાંત 3 SP, 6 Dy.SP, 50 PI તથા PSI સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ત્રણ જિલ્લાનો 1200 જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે SRP કંપનીનો બંદોબસ્ત તહેનાત કરી કામગીરી શરૂ કરાવી હતી.
સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન
આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં 30 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે.
દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી કોર્ડન કરાયાં
આ ડિમોલિશનની કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી જ દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યાં હતાં, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરાવી છે. વેરાવળ-સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર SRP અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube