- ચોટીલા – રાજકોટ હાઇવે પર ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ
- ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોના મોત
- દર્દીનો બચાવ અને સાથે રહેલા 3 લોકોના મોત
Chotila Rajkot Highway Ambulance Accident: ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની પુત્રી અને મોટા બહેન મળીને કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. જોકે મહિલા દર્દીનો બચાવ થયો હતો.આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમનાં બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં
દર્દીને રાજકોટ લઈ જતા રસ્તામાં અકસ્માત
મળતી માહિતી મુજબ ગત રાત્રે સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ. વ. આશરે 35) ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં. ત્યારે તેમનાં રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું.
એમ્બ્યુલન્સ દર્દીને લઇ રાજકોટ જઇ રહી હતી
આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉ. વ. આશરે 35 રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ. વ. 18 રહે. રાજપરા) અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં.
એમ્બ્યુલન્સના ડ્ર્રાઈવરનું પણ અકસ્માતમાં મોત
એમ્બ્યુલન્સમાં દર્દીની સાથે તેમની પુત્રી, મોટાબેન દીકરો તથા બનેવી પણ હતા. જોકે ચોટીલાથી રાજકોટ તરફ જતા આપાગીરાના ઓટલા નજીક એમ્બ્યુલન્સની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેમાં એકબાજુનો ભાગનો બુકડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાલવવામાં આવ્યા હતા. જોકે ગીતાબેન નામના ઈજાગ્રસ્તને તબીબોએ મૃત જાહેર કર્યા હતા અને પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયા (ઉ. વ. આશરે 40 રહે. ચોટીલા)ને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોનાં નામ
- વિજય બાવળિયા (એમ્બ્યુલન્સ ચાલક)
- પાયલબેન મકવાણા
- ગીતાબેન મિયાત્રા
મૃતકોની ફાઇલ તસવીર
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube