September 8, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદ/ ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ, સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સદસ્ય પ્રાથમિક સદસ્ય બનાવ્યા

Group 214 5
  • રાજ્યમાં આજથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થયો
  • ગુજરાત સંગઠનનું મહત્વ અને કામગીરી આખા દેશે શીખવાની જરૂર
  • ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરવામાં આવી

BJP Membership Campaign : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતેથી ગઇકાલે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી(Bharatiya Janata Party Gujarat)ના પ્રથમ સભ્ય બન્યા હતા. આ તરફ હવે ગુજરાતમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન(Sadasyata Abhiyan 2024) શરૂ થયું છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પ્રાથમિક સદસ્યતા અપાઈ છે.સદસ્યતા અભિયાનમાં સરકારનાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. દરમિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને સંબોધિત કરી પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપી હતી.

C.R. Patil એ CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા અપાવી

આજે અમદાવાદ (Ahmedabad) ખાતેથી ભારતીય જનતા પાર્ટીના ‘સદસ્યતા અભિયાન 2024’ નો (Sadasyata Abhiyan 2024) પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R. Patil) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય તરીકે સદસ્યતા અપાવી અભિયાનની શરૂઆત કરી છે. આ કાર્યક્રમને લઈ અમદાવાદમાં નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. રાજ્ય સરકારનાં મંત્રીઓ, તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લાનાં પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો અમદાવાદ પહોંચ્યા છે. આ અભિયાન થકી BJP એ 2 કરોડથી વધુ લોકોને પાર્ટી સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.

 

સંગઠન મજબૂત બને તો જ તમે ચૂંટણી જીતી શકો છો : C.R. Patil

કાર્યક્રમ દરમિયાન CR પાટીલે જણાવ્યું કે, પાર્ટીનાં પ્રાથમિક સદસ્યની મુદત 6 વર્ષે પૂર્ણ થાય છે. ભાજપ એકમાં જ 6 વર્ષે પૂર્ણ થાય છે જ્યારે અનેક જગ્યાએ આજીવન ચાલે છે. શિથિલતા ન આવે તે માટે 6 વર્ષે સદસ્યતા અભિયાન કરાઇ છે. અગાઉ UP માં સૌથી વધુ સભ્યો નોંધાયા હતા. આ વખતે ગુજરાતમાં સૌથી વધુ સભ્ય નોંધાય તે ટાર્ગેટ સાથે આપણે આગળ વધવાનું છે. સી.આર. પાટીલે આગળ કહ્યું કે, સંગઠન મજબૂત બને તો જ તમે ચૂંટણી જીતી શકો છો. આ સાથે સી.આર. પાટીલે જાહેરાત કરી કે, PM નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે. આથી, ત્રીજી વાર PM બનવા બદલ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદમાં 1 લાખ કાર્યકર PM નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે : C.R. પાટીલ

CR પાટીલે (C.R. Patil) આગળ જણાવ્યું કે, અમદાવાદમાં 1 લાખ કાર્યકર PM નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ભવ્ય સ્વાગત કરશે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરનાં રોજ ડીસા (Deesa) ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે 17 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું (Ahmedabad-Gandhinagar Metro Train) ફ્લેગ ઓફ પણ કરશે.

સક્રિય સભ્ય માટે 100 સદસ્ય બનાવેલા હોવાનો નિયમ

ગુજરાતમાંથી પણ ઘણા સભ્યોના મને મોડી રાત્રે કોલ આવ્યા કે અમારે 100 સભ્ય થઈ ગયા છે. સક્રિય સભ્ય માટે 100 સદસ્ય બનાવેલા હોવાનો નિયમ છે. અહીં બેઠેલા તમામને મારી વિનંતી છે કે આપણે સીએમને સદસ્ય બનાવીએ પછી મિસ કોલ કરી તેની વિગત ભરી સભ્યો બનો. ગુજરાતમાં ટાર્ગેટ નક્કી કર્યો હતો, અમે ચર્ચા કરી હતી કે 2 કરોડ જેટલા મતો મળ્યા છે.

 

 

Group 69

 

 

Related posts

રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાયુ, વિધાનસભામાં બહુમતીના આધારે લેવાયો નિર્ણય

KalTak24 News Team

BIG BREAKING: ગુજરાતના 70 આઇપીએસ અધિકારીઓની બદલી,જાણો કોને ક્યા મળ્યું પોસ્ટીંગ?

KalTak24 News Team

ગોપાલ ઈટાલિયા માટે દીકરી વૈદેહીએ કર્યો ચૂંટણી પ્રચાર, ટ્વિટર પર શેર કરી તસવીરો

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી