May 18, 2024
KalTak 24 News
Gujarat

દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતમાં માત્ર 100 કલાકના બાળકનું કરાયું અંગદાન,5 લોકોને આપી નવી જિંદગી,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી કરાવ્યું અંગદાન

100 hours old baby organ donation in Surat 1

100 hours old baby organ donation in Surat: જન્મ પછી આંખ પણ ખોલી ન શકેલા અને ધરતી ઉપર માત્ર 100 કલાક રહીને પણ એક બાળક પાંચ બાળકોના જીવનમાં અજવાળા પાથરી ગયાની વિરલ ઘટના સુરતમાં બની છે. સુરતમાં માત્ર 100 દિવસના બ્રેઈનડેડ જાહેર થયેલા બાળકના બે કીડની અને બરોળનું અને આંખનું દાન કરવામાં આવ્યું છે.

જુઓ વિડિયો:

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા મળતી મહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ હેમેશ ઠાકોર અને પરિવાર પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારનો અનુયાયી છે. મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેદેડાના વતની એવા અનુપસિંહ સુરતમાં રત્નકલાકાર તરીકે કાર્યરત છે. એમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્તસ્ત્રાવ વધતાં એમની પ્રસૂતિ સિઝેરીયનથી કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેત કોઈ હલનચલન કરતું ન હતું, કે જન્મ પછી એ રડ્યું પણ ન હતું. એના શ્વાસ પણ બંધ જણાતા તાત્કાલિક કતારગામની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડયું હતું.

surat-news-100-hours-baby-organ-donation-and-save-five-life-223377

બાળકના મગજમાં કોઈ એક્ટિવિટી નહોતી
જ્યાં ડૉ. દર્શન ધોળકિયાએ બાળકના શ્વાસ બચાવવા માટે ગણતરીની ક્ષણોમાં ઇન્ટુબેશન કરીને ધબકારા નોર્મલ કર્યા હતા અને સારવાર આપવાની શરૂઆત પણ કરી હતી. પરંતુ 48 કલાક પછી પણ બાળકમાં કોઈ ન્યુરોલોજિકલ ઈમ્પૃવમેન્ટ નહીં જણાતા બાળકોના મગજના નિષ્ણાંત ડૉ. મયંક દેત્રોજાએ તપાસતા એમને બાળક બ્રેઇનડેડ જણાયું છે. વધુ રિપોર્ટ કરાવાયા એમાં જણાયું કે, બાળકના મગજમાં કોઈ એક્ટિવિટી નથી. એ જોયા પછી ડોક્ટરની ટીમે બાળકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સુરત/ ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકનું સુરતમાં ઓર્ગન ડોનેશન,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી બાળકનું કરાયું અંગદાન..

અનુપસિંહ ઠાકોરનો પરિવાર પરિવારમાં બાળક આવ્યાની ખુશી મેળવે એ સમયે જ આઘાતમાં હતું. થોડા જ દિવસ પહેલા સુરતમાં પાંચ દિવસના બાળકના અંગદાનના સમાચાર આ પરિવારે વિવિધ માધ્યમમાં જોયેલા અને જાણેલા.

અનુપભાઇ ઠાકોરે જણાવ્યુ કે, પ્રેસ-મીડિયામાં જોયેલા એ સમાચાર પછી અમારે પણ આવો કોઈ નિર્ણય કરવો પડશે એવી કલ્પના પણ કરી ન હતી. મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવજી મહારાજે અમને આ નિર્ણય લેવાની શક્તિ આપી. શરદ પુર્ણિમાની પૂર્વસંધ્યા એ, ગીતા જયંતિના અવસરે અમે અમારા સંતાનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. એ પછી અનુપભાઇ અને એમનો સમગ્ર પરિવાર બાળકના અંગદાન માટે સંમત થયો હતો. પરિવારમાં ભાગવત ગીતાના સંસ્કારો દ્રઢ હોવાથી એની ઉપર જ વિશ્વાસ રાખીને પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને અંગદાન માટે સંમતિ આપી હતી.

06

પરિવારમાં ભાગવત ગીતાના સંસ્કારો દ્રઢ
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પી.એમ. ગોંડલિયા, વિપુલ તલાવિયા અને સમાજના અન્ય આગેવાનોની મહેનત પછી મળી રહેલા અંગોના દાન માટે પ્રથમ સોટો (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) નો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને મધર કેર હોસ્પીટલમાં ખસેડ્યું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની અને બરોળનું અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્કની મદદથી દાન લેવામાં આવી હતી બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે.

જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, ઠાકોર પરિવાર દ્વારા ખૂબ મોટું ભગીરથ કાર્ય થયું છે. નવજાત બાળકના અંગોનું પણ દાન કરી શકાય એવો દાખલો ફરિવખત સુરતએ વિશ્વને આપ્યો છે. દુઃખદ બાબત એ છે કે આ દંપતીના ઘરે અગાઉ પણ પારણું બંધાતા રહી ગયું હતું. એ સમયે બાળકીનું ગર્ભમાં જ મોત થયું હતું. આવી કરુણતા વચ્ચે પણ પરિવારે અંગદાનનો નિર્ણય લઈને સમાજ અને માનવતા માટે એક ઉત્કૃષ્ટ અને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે, દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ-કતારગામ, મધર કેર હોસ્પિટલ & ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર , ડોકટરમિત્રો, તથા IKDRC સાથે સંકળાયેલા અનેક તબીબની જાગૃતતા અને માર્ગદર્શનથી આ અંગદાન શક્ય બન્યું છે પ્રેસ-મીડિયા-ડિજિટલ પ્લેટફોર્મ થકી પરિવાર પહેલાથી જ અંગદાન વિષે જણાતું હોવાથી એમને સમજાવવું સરળ બન્યું હતું.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં સર્જાયો રેકોર્ડ,બાળકોના કિલકિલાટથી હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

KalTak24 News Team

સુરત/ મોટા વરાછામાં AAPના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષના દીકરાનું નિધન,દુર્ઘટના સમયે ઘરમાં 7 લોકો હતા ઉપસ્થિત

Sanskar Sojitra

PATAN ના સંડેરમાં 100 કરોડના ખર્ચે ખોડલધામ સંકુલ આકાર પામશે,ખોડલધામના ભૂમિપૂજનની તમામ તૈયારીઓ પૂર્ણ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા