3 year old Rajveer implant surgery in Surat: એક નાના બાળકના ચહેરા પર ખુશી લાવવાનું કામ સુરત શહેર પોલીસે આજે કરી બતાવ્યું છે. બાળક દેખાવે ખુબ હૅન્ડસમ પરંતુ તે સાંભળી શકતો ન હતો.પશુપાલકનો દીકરો સાંભળતો થાય તે માટે સુરત પોલીસે ઓપરેશન રાજવીર ચલાવ્યું હતું અને પોલીસે એનજીઓની મદદથી જન્મથી સાંભળી નહી શકતા બાળકના મસ્તકમાં ઇમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરાવવામાં આવી હતી.ઓપરેશન સફળ થયું હતું અને રાજવીર નામનો બાળક સાંભળતો થયો છે. જોગાનુજોગ પોલીસ સંભારણા દિવસના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સુરતમાં દરેક પોલીસ સ્ટેશનમાં ‘શી ટીમ’ કાર્યરત છે અને આ શી ટીમનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી એડમીન છે અને સુપર વિઝન કરે છે. આ ગ્રુપમાં ક્રાઈમ બ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીએ ધૂળેટીના તહેવાર આસપાસ એક મેસેજ કર્યો હતો કે તમારા વિસ્તારમાં જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હોય તેવા પાંચ વર્ષથી નાની ઉમરના બાળકો કે જેમના માતા પિતા આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા પરિવારની માહિતી મને મોકલવી.આ મેસેજ રાંદેર પોલીસ મથકના શી ટીમના સભ્ય એવા લોકરક્ષક દયાબેને વાંચ્યો હતો અને મેસેજ બાદ તેઓએ પોતાના વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં જઈને રૂબરૂ તપાસ કરી હતી, તેઓને એક પરીવાર વિષે ભાળ મળી હતી અને તેની માહિતી ડીસીપી રૂપલ સોલંકીને આપી હતી.
મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા જિલ્લાના વાગડ ગામના વતની અને હાલમાં સુરતના ઝઘડિયા ચોકડી પાસે કાનાભાઈ ભરવાડ [ઉ.32] તેમની પત્ની ગંગાબેન સાથે વર્ષોથી સુરત શહેરમાં વસવાટ કરે છે કાનાભાઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને સંતાનમાં 4 બાળકો છે, જે પૈકી તેમને ત્યાં સાતેક વર્ષ પહેલા દીકરી કોમલનો જન્મ થયો હતો, આ દીકરી જન્મ બાદ માતા પિતાના બોલાવવા પર કોઈ પ્રતિભાવ આપતી ન હોય તેની તપાસ કરાવતા તે જન્મથી સાંભળતી ન હોવાનું જાણવા મળ્યું હતું.
જયારે તેઓનો 3 વર્ષીય દીકરો રાજવીર પણ તેઓની દીકરીની જેમ સાંભળતો ન હોય પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેઓએ બંને બાળકોની સારવાર માટે તપાસ કરાવી હતી પરંતુ એક બાળકના કાનની સારવાર માટે અંદાજે 18 લાખ જેટલો ખર્ચો થાય તેમ જાણવા મળ્યું હતું, પરંતુ પરિવાર આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આખરે બધું નસીબના ભરોસે છોડી દીધું હતું.
અલબત 15મી ઓક્ટોબર 2023ના રોજ રાજવીરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાજવીરના મસ્તકમાં ઇમ્પ્લાટેનશનની જટિલ સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહ્યું હતું. 21 ઓક્ટોબર 2023ના રોજ વહેલી સવારે શહીદ થયેલા પોલીસોની યાદમાં પોલીસ સંભારણા દિવસે શહીદોને સલામી અપાઈ રહી હતી તે જ દિવસે રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવામાં આવી હતી. વ્હાલસોયો દીકરાની સારવાર થઈ જતા પરિવારની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને ઓપરેશન રાજવીર સાથે જોડાયેલા તમામ માટે આ માનવતાનું કાર્ય એક સુખદ સાંભરણું બની ગયું હતું.
આવા કપરા સમયમાં ક્રાઇમબ્રાંચના મહિલા DCP રૂપલ સોલંકીના એક મેસેજથી રાંદેરના 3 વર્ષના રાજવીરની સારવાર કરાવવાનો વિચાર પોલીસને આવ્યો હતો. બાળકનો બે કાનની સારવાર કરવાનો ખર્ચ લગભગ 18 લાખ રૂપિયાનો હતો. મહિલા DCPએ મુંબઈના એક NGO મારફતે બાળકની ટ્રીટમેન્ટ સુરતમાં કરાવવાનું નક્કી કર્યુ હતું. જેમાં એક કાનની સારવાર માટે નાનુ એવું ઈઅરમશીન 6.50 લાખ રૂપિયા, ઓપરેશનના દોઢ લાખ રૂપિયા, હોસ્પિટલના 1 લાખ રૂપિયા, સિટી સ્કેન સહિત 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો.
સિટીલાઇટના ડોક્ટર જે આ ઓપરેશન કરવામાં જાણીતા છે તેની સાથે પોલીસ અધિકારીએ વાત કરતા તેણે પોતાની ફી પણ માફ કરી, જયારે મુંબઈની સંસ્થાએ કાનનું મશીન આપ્યું હતું. આથી હવે બાકી રહયો તેની સારવારનો ખર્ચ તે ક્રાઇમબ્રાંચના DCP રૂપલ સોલંકી તથા રાંદેર પોલીસ PI સોનારા, PSI પરમાર અને તેમની ટીમે ઉઠાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube