Woman Safety In Navratri Surat: નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત પોલીસ નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ વર્ષે નવરાત્રી દરમ્યાન સુરતમાં પોલીસની SHE ટીમ ટ્રેડીશનલ કપડામાં ફરજ બજાવશે તેમજ ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે
નવરાત્રી પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જમતી હોય છે, ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે તકેદારીઓ રાખવા બાબતે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે.
View this post on Instagram
આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન શહેરમાં પોલીસની શી (SHE) ટીમ અલગ અલગ વિસ્તારોમાં ટ્રેડીશનલ ડ્રેસમાં ફરજ બજાવશે. આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.સુરત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે. તેમજ રાત્રીના સમયે જો કોઈ વાહન ના મળતું હોય તો 100 અથવા 181 ડાયલ કરીને પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓ માટે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ
- તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.
- ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
- અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.
- અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શૅર ન કરશો.
- સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
- ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો.
- કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.
- ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા- આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.
- રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો
સુરતમાં મહિલાઓની સલામતી માટે શી ટીમ ફરશે
નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ ઝામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જયારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ ઉપરાંત શહેરમાં પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે.આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી એ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રીના આયોજનોમાં શી ટિમ ફરજ બજાવશે.મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube