April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરતમાં ભાગીદારોના બ્લેકમેઇલથી કંટાળેલા યુવકે મોતનેકર્યું વહાલું,અંતિમ વિડીયોમાં કહ્યું’મમ્મી…મારે પણ તમારા ખોળામાં રડવું હતું..!

Surat Hotel Owner Commits Suicide

Surat Hotel Owner Commits Suicide: જય શ્રીક્રૃષ્ણ, કદાચ તમે જ્યારે આ વીડિયો જોતા હશો ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મારા ગયા પછી મારી માને સાચવજો, મારા પછી તેમનું કોઈ નથી. આ શબ્દો છે સુરતના કામરેજ ગામના શુભમ રામાણીના.સુરતમાં ભાગીદારોના બ્લેકમેઈલ અને ટોર્ચરથી પરેશાન 23 વર્ષીય હોટલ માલિકે અંતિમ વીડિયો બનાવીને ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

કામરેજ ગામે આવેલા વાસ્તુ રો-હાઉસમાં રહેતા અને મૈસૂર ઢોસા અને ચાઇનીઝની હોટલ ચલાવી પરિવારને આર્થિક મદદ કરતા 23 વર્ષીય શુભમ રામાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી. યુવકે આપઘાત કરતાં પહેલાં એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ ર્ક્યો હતો. એમાં તેમના પૂર્વ હોટલ ભાગીદાર ખોટી રીતે હેરાનગતિ અને બ્લેકમેઇલ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. શુભમ રામાણીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેવાના કારણે ઊલટી થતાં પરિવાર દ્વારા તેને સુરત સિટીની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન હોટલમાલિક યુવકનું મોત નીપજ્યું હતું. જુવાન જોધ દીકરાએ આપઘાત કરી જીવન ટૂંકાવતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ હતી.

મૃતકની ફાઈલ તસવીર(વિડિયો)
મૃતકની ફાઈલ તસવીર(વિડિયો)

શુભમે અંતિમ પગલું ભરતા પહેલા પોતાની માતાને સંબોધીને એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં શુભમે પોતાના ભાગીદારો પર માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

યુવકે આપઘાત પહેલાં અંતિમ વીડિયો બનાવ્યો

યુવકે આપઘાતનું પગલું ભરતાં પહેલાં એ સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાઇરલ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે કદાચ આ વીડિયો તમે જોશો હશો ત્યારે એ સમયે હું કદાચ આ દુનિયામાં ના પણ હોઉં, વીડિયો માધ્યમથી હું તમને એ કહેવા માગું છું જે હું કોઈને દિલ ખોલી કહી નથી શકતો. અજાણ્યા માણસ પર ભરોસો ક્યારેય ન કરાય, એ ભરોસો તમને ક્યારેક લઈ ડૂબે, આવી જ હાલત મારી છે. મેં હોટલ ચાલુ કરી ત્યારે બે માણસો ભાર્ગવ અને જાગો પર ભરોસો કર્યો હતો. જે રીતે એ સમયસંજોગ પ્રમાણે છૂટા પડી ગયા હતા, પણ એ લોકો છુટ્ટા પડ્યા બાદ પણ એ લોકોનું બ્લેકમેઇલ, ટોર્ચરિંગ એ હદ સુધી હતું છેલ્લે કોઈ સોલ્યુશન આવ્યું નહિ અને મારે આ પગલું ભરવું પડ્યું. ખાસ તો હું આ બન્ને વ્યક્તિઓથી એટલો પરેશાન હતો કે મારે આ પગલું ભરવું પડ્યું.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

‘આ વીડિયો પછી જે થાય એ બસ સાચવજે મા’

ખાસ એ વાતનો વધારે દુઃખી છું, કેમ કે મા બધાને પ્રિય હોય છે, પરંતુ હું થોડો એટલો વધારે દુઃખી છું, કેમ કે મારા પછી મારાં મમ્મીનું બીજું કોઈ નથી આ દુનિયામાં. મારી પાસે કોઈ ઓપ્શન નથી. મેં મારી રીતે ઘણી મહેનત કરી, ઘણા પ્રયત્નો કર્યા પણ અંતે મને નિષ્ફળતા જ હાથ લાગી. એવું નથી કે મેં નથી મહેનત કરી, મારા બધા મિત્રોને ખબર છે કે મેં ઘણી મહેનત કરી છે, પણ નિષ્ફળતાનો ભાગીદાર હું પોતાને જ સમજું છું. એમાં મારા સિવાય બીજા કોઈનો વાંક નથી, પરંતુ ખાસ આ બે વ્યક્તિઓને કારણે હું આ પગલું ભરું છું. મારી પણ કંઈક આવી જ હાલત છે. મેં પણ ભાર્ગવ અને જાગ્રત પર ભરોસો મૂકીને ભૂલ કરી હતી.

મૃતકની ફાઈલ તસવીર.

સમયસંજોગો અનુસાર તેઓ છૂટા પડ્યાં હતા. જે બાદ પણ તેમનું બ્લેકમેઈલ અને ટોર્ચરિંગ એ હદે હતુ કે, હું અપસેટ થઈ ગયો છું. ‘મમ્મી, ખાસ મને માફ કરી દેજો, કેમ કે આ જન્મ તો શું આવતા 7 જન્મમાં પણ હું તમારો ઋણ ક્યારેય ઉતારી નહીં શકું. મને ખબર છે કે આ વીડિયો જોઈ તમારી શું હાલત થશે, પણ ત્યારે તમારી સાથે હું નહીં હોઉં. મારા બધા મિત્રો, મારા ગયા પછી હમદર્દી દેખાડ્યા કરતાં મારા મમ્મીનું ધ્યાન રાખજો. બસ, આનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. મા હવે જે થયું એ અથવા તો આ વીડિયો પછી જે થશે એ બસ સાચવજે, મા.

મૃતકની ફાઈલ તસવીર.

મૃતક યુવક 23 વર્ષીય શુભમ રામાણીના સાવકા પિતા પ્રવીણ બાબુભાઈ ગઢિયાએ સમગ્ર બનાવને પગલે કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં પોલીસે મૃતક યુવકના પૂર્વ ભાગીદારો જાગો અને ભાર્ગવ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જુવાન જોધ દીકરાએ આપઘાત કરી જીવન ટૂંકાવતાં હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે અને પોલીસ આપઘાત કરવા મજબૂર કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે એવી માગ કરી રહ્યો છે.

 

 

 

Related posts

સુરત/અમરોલી બ્રીજ પરથી કુદીને આપઘાત કરવા જઈ રહી હતી યુવતી,કૂદે એ પહેલાં જ TRB જવાને બચાવી લીધી,VIDEO

KalTak24 News Team

દાહોદનાં જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખિલખલાટ દિવસ ઉજવાયો

KalTak24 News Team

રક્ષકોને રક્ષાનું બંધન: સુરતની સરથાણા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં