રક્ષકોને રક્ષાનું બંધન: સુરતની સરથાણા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી

Rakshabandhan celebration at Sarthana Police Station: સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી.જેમાં એડી-ટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન(Rakshabandhan) પર્વની ઉજવણી કરી હતી.તો બીજી તરફ પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગે માહિતી આપી જાગૃત કર્યા હતા.
સુરત પોલીસ હંમેશા લોકોની રક્ષા કાજે તત્પર રહે અને સતત લોકોની રક્ષા કરે તેવા શુભ હેતુથી સરથાણા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી અને પોલીસકર્મીઓએ કહ્યુ’અમારી જીંદગીમાં આવી ઉજવણી કયારેય નથી કરી”
આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના સરથાણા પોલીસ મથકે મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ પહોંચી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શુભેચ્છા પાઠવી હતી.
મહત્વનું છે કે આજના સમયમાં વિદ્યાર્થી જીવનમાં પણ સોશિયલ મીડિયાનું મહત્વ ઘણું વધ્યું છે. એવામાં વિદ્યાર્થિનીઓ સાયબર ફ્રોડનો શિકારના બને તે માટે પોલીસ દ્વારા બનાવવામાં આવેલ સાયબર સંજીવની રથ સાથે તમામ વિદ્યાર્થિનીઓને સાયબર ક્રાઈમ થતા અટકાવવા શુ કરવું અને તેનાથી કેવી રીતે બચવું તે અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડી રક્ષાબંધનની અનોખી ભેટ આપી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube