November 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ ફરી એક તરફી પ્રેમમાં હિંસક બન્યો યુવાન,‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવકે જાહેરમાં તિક્ષ્ણ હથિયારથી યુવતી પર કર્યો હુમલો…

Surat Crime News
  • સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મિત્ર સાથે જતી યુવતી પર છરીથી હુમલો કર્યો.
  • ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવકે હુમલો કરતા યુવતીની આંખ, હાથ અને ચહેરા પર ઈજા.
  • સ્થાનિક લોકોએ યુવકને પકડી લેતા યુવતીનો જીવ જતા રહી ગયો.

Surat Crime News: સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગત બપોરે બાઈક પર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત ફરતી 19 વર્ષની યુવતીને ચાર વર્ષ જુના ફ્રેન્ડે બાઈકને લાત મારી નીચે પટક્યા બાદ તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જીંદગી બગાડી નાંખી છે કહી સરેઆમ ચપ્પુના ત્રણ ઘા ઝીંક્યા હતા.બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.જયારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીને કપાળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય સીમા (નામ બદલ્યું છે) વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે.ગત બપોરે તે બે મિત્રો સાથે બાઈક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી ત્યારે 1.30 વાગ્યાના અરસામાં કાપોદ્રા બુટભવાની મંદિર પાસે એક રીક્ષા તેમની બાજુમાં આવી હતી અને રીક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જુના મિત્ર રોકી વસાવા ( લાભેશ્વર, વરાછા, સુરત) એ ચાલુ રીક્ષાએ બાઈકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા.રોકીએ હાથમાં ચપ્પુ સાથે રીક્ષામાંથી ઉતરી “તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જીંદગી બગાડી નાંખી છે” કહી કપાળના ભાગે, જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ત્રણ ઘા ઝોંકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું.જયારે બીજા સામાન્ય ઘસરકા પડયા હતા.

સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી

આ હુમલામાં યુવતીને આંખ, હાથ તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટોળાએ હુમલાખોર યુવકને પકડીને હાથમાંથી ચપ્પુ છીનવી લીધું હતું અને તેને માર મારીને પોલીસને જાણ કરી હતી. બાદમાં આરોપીને પોલીસને સોંપી દીધો હતો. આ બનાવથી આસપાસના લોકોએ એકઠા થઇ હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસે હુમલાખોર રોકી વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

content image 56388bad fc5e 46e0 8509 c61e22c5d871
ફોટો: કાપોદ્રા પોલીસ સ્ટેશન

બાદમાં તેના માતાપિતાને જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેને કપાળમાં ચાર ટાંકા લેવા પડયા હતા.કાપોદ્રામાં લોકોની હિમ્મતના પગલે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઇ હતી. આ ઘટનાઓ સ્થાનિકોને ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવી હતી. એવો જ નજારો સામે જોઈને લોકો ચોંકી ગયા હતા. પ્રેમી ફેનિલ દ્વારા ગ્રીષ્માને જાહેરમાં રહેંસી નાંખવાના કિસ્સાને આજે પણ સુરતીઓ ભૂલી શક્યા નથી.

પોલીસે સીમાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાત થતી હતી.જોકે, તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હોય તેણે એક મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતા તેણે હુમલો કર્યો હતો.બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી યુવકને પોલીસે કર્યો જેલ હવાલે

આરોપી યુવક હીરાના કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયો હતો. હુમલાખોર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો.યુવતીના પિતાએ કહ્યું હતું કે મારી દીકરી લોકોના કારણે બચી છે બાકી યુવકનો ઈરાદો તો તેને મારી નાખવાનો જ હતો. મારી દીકરીને હોસ્પિટલ લવાઇ ત્યારે મને ખબર પડી. આ યુવક છેલ્લા ઘણા વખતથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ તેણે આ વાત ઘરમાં કરી ન હતી. અગાઉ બંને સ્કૂલમાં ભણતા હતા તે વખતથી એકબીજાને ઓળખતા હતા. મારી દીકરી છેલ્લા બે વર્ષથી કોલેજ કરે છે.

 

Group 69

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો દિવ્ય શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાથી મોટી રાહત

KalTak24 News Team

ELECTION BREAKING : આજે સાંજે ગુજરાત આવશે PM મોદી,આવતીકાલે જાણો ક્યાં મતદાન કરશે

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..