October 15, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ચાલુ મોપેડમાં પર્સ ચોરવાનો ફિલ્મી દૃશ્યો CCTVમાં કેદ; મોપેડ સવારે પર્સ ઝૂંટવતા દંપતી નીચે પટકાયું,ચોરને પકડી ઢીબી નાંખ્યો,જુઓ CCTV VIDEO…

Surat Crime News

Surat Crime News: સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એક દંપતી મંદિરથી દર્શન કરીને મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન મોપેડ પર આવેલા એક ઇસમે મહિલાના હાથમાંથી પર્સ ઝૂટવતા દંપતી મોપેડ પરથી નીચે પટકાયું હતું. આ ઘટનામાં મહિલાને પગના ભાગે ફેકચર થયું હતું તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા લજામણી ચોક પાસે રહેતા મનસુખભાઇ વિરજીભાઇ ગોઠડીયા [ઉ.55] હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 6 ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ પત્ની વિજયાબેન સાથે રામપુરા સ્થિત મંદિરે ગયા હતા અને ત્યાંથી વહેલી સવારે આશરે સવા છએક વાગ્યા આસપાસ ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન લાલદરવાજાથી આર્યુવેદિક ગરનાળા તરફ જતા રોડ પર તેઓ મોપેડ પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી મોપેડ પર સવાર એક ઇસમ આવ્યો હતો અને તેણે વિજયાબેનના હાથમાંથી પર્સ ઝુંટવત દંપતી મોપેડ પરથી રોડ પર પટકાયું હતું.

જુઓ વાયરલ CCTV દૃશ્યો:


આ ઘટના બાદ મનસુખભાઈએ તે ઇસમને પકડવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેમ છતાં તે ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં વિજયાબેનને પગના ભાગે ફેકચર થયું હતું અને હાલ તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો બીજી તરફ મહિધરપુરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજયાબેનને પગમાં ફ્રેક્ચર આવતાં એની સર્જરી માટે દોઢ લાખનો ખર્ચ થયો છે. જ્યારે વિજયાબેનના પર્સમાં 340 રૂપિયા જ હતા.

ઝપાઝપીમાં સ્નેચરનાં કપડાં ફાટ્યા છતાં ભાગી છૂટ્યો

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે દંપતી મોપેડ પર પસાર થઇ રહ્યું હતું તે દરમ્યાન પાછળ અન્ય એક મોપેડ પર એક ઇસમ આવે છે અને પર્સ ઝૂટવતા દંપતી રોડ પર પટકાય છે. આ દરમ્યાન મનસુખભાઈ ઉભા થઈને ભાગી રહેલા સ્નેચરને પકડવાની કોશિશ પણ કરે છે અને ત્યાં લોકો પણ એકઠા થઇ જાય છે. મોપેડ સવાર સ્નેચરનો શર્ટ પણ ફાટી જાય છે પરંતુ આખરે તે ભાગવામાં સફળ રહે છે.

ભાગવાનો પ્રયાસ કરતાં મનસુખભાઈએ માર મારી શર્ટ પકડી રાખતાં તે પણ પટકાયો હતો.

વિજયાબેનને પગમાં ફ્રેક્ચર

ઘટના સમયે સ્નેચરે ભાગવાનો પ્રયાસ કરતાં મનસુખભાઈએ માર મારી શર્ટ પકડી રાખતાં તે પણ પટકાયો હતો, બાદમાં ભાગી છૂટ્યો હતો. મહિલાના પર્સમાં રૂ.340 રોકડ મળતાં ફરી પર્સ આપવા હાથ લાંબો કર્યો, પરંતુ પકડાય જવાના ડરથી એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. નંબરના આધારે પોલીસે તપાસ કરવતાં ચોરીની હોવાની આશંકા બતાવી હતી. મોટા વરાછામાં ધર્મજીવન રો-હાઉસમાં આ દંપતી રહે છે. વિજયાબેનને પગમાં ફ્રેક્ચર થતાં દોઢ લાખની સર્જરી કરાવવાની નોબત આવી છે. મહિધરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.

18 1707373713

આ બનાવ અંગે મહિધરપુરા પીઆઈ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે મનસુખભાઇ વિરજીભાઇ ગોઠડીયા તેમની પત્ની વિજયાબેન સાથે રામપુરા સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સવારે 6.30 વાગ્યાના આસપાસ લાલદરવાજા ઇન્ફીનીટી ટાવર પાસે પહોચતા પાછળથી એક મોપેડ ચાલકે પર્સ ખેચવાનો પ્રયત્ન કર્યો હતો અને આ પર્સ ખેચતી વખતે દંપતી નીચે પટકાયું હતું. આ દરમ્યાન સ્નેચિંગ કરનાર ઈસમને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસ તપાસમાં મોપેડનો રજિસ્ટ્રેશન નંબર પણ ખોટો હોવાનું સામે આવ્યું છે. એને લઈ પોલીસે આ અંગે પણ ગુનો નોંધ્યો છે. આ મામલે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

19 1707373719

મારી પત્નીને પગમાં ત્રણ ફ્રેક્ચર

ઘટનાનો ભોગ બનનાર મનસુખભાઈએ જણાવ્યું હતું કે હું અને મારી પત્ની મંદિરેથી લાલ દરવાજા રોડથી ઘર તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ગાબાણી હોસ્પિટલ પાસે મોપેડ પર પાછળથી આવી લૂંટ કરનાર યુવક આવ્યો હતો. મારી પત્નીનું પર્સ તેણે ખેંચ્યું હતું, જેને લઈ અમે પડી ગયાં હતાં, જેમાં મારી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે. પત્નીને ગોઠણમાં ઈજા પહોંચતાં તેને ત્રણ ફ્રેક્ચર થયાં છે. આ દરમિયાન તે ભાગી જવામાં સફળ થયો હતો.

 

Group 69

 

 

Related posts

જામનગર/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની કરી સમીક્ષા

KalTak24 News Team

ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ,જંગ છેડી છે;ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક શબ્દોમાં ચેતવણી

KalTak24 News Team

રથયાત્રા માટે ગુજરાતના આ શહેરમાં તૈયાર થયો સૌથી મોટો રથ,સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ-ગુજરાતમાં પ્રથમ મોટો રથ

Sanskar Sojitra
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..