Women wrestler Vinesh Phogat retirement: કુસ્તીબાજ વિનેશ ફોગાટે(Vinesh Phogat) નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણીએ તેમના સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને કહ્યું કે તે દરેકની ઋણી રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટ(Social Media Post)માં તેની માતાને યાદ કરીને તેણે લખ્યું કે તેની હિંમત તૂટી ગઈ છે. આ પહેલા કુસ્તીબાજ વિનેશે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને સંયુક્ત રીતે ઓલિમ્પિક સિલ્વર મેડલ(Silver Medal) આપવાની અપીલ કરી હતી. તેમની અપીલ પર આજે નિર્ણય આવી શકે છે. જોકે, આ નિર્ણય પહેલા જ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા.
વિનેશ ફોગાટની નિવૃત્તિ, માતાની માફી માંગી
વિનેશ ફોગાટે 24 વર્ષની કારકિર્દીનો ઉલ્લેખ કરતા એક્સ(X) પર લખ્યું કે, અલવિદા કુશ્તી 2001-2024. ભાવુક 29 વર્ષીય કુસ્તીબાજ વિનેશે તેની માતાને યાદ કરીને તેની માફી માંગી અને લખ્યું, ‘મા, કુસ્તી મારાથી જીતી, હું હારી ગઇ. માફ કરશો. તમારું સપનું અને મારી હિંમત તૂટી ગઈ છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશની રમત અને રાજકીય જગતની અનેક હસ્તીઓએ વિનેશને ચેમ્પિયન કહીને પ્રોત્સાહિત કર્યા હતા.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
‘હારી નથી, હરાવવામાં આવી…’
વિનેશની જાહેરાત બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, “વિનેશ, તમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા છે, અમારા માટે હંમેશા તમે વિજેતા રહેશો, તમે ભારતની દીકરી હોવાની સાથે-સાથે ભારતનું ગૌરવ પણ છો.”
विनेश आप हारी नही हराया गया हैं, हमारे लिए सदैव आप विजेता ही रहेगी आप भारत की बेटी के साथ साथ भारत का अभिमान भी हो 🫡😭 https://t.co/oRTCPWw6tj
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) August 8, 2024
બુધવારે મોડી રાત્રે આવેલા સમાચાર અનુસાર, પેરિસમાં સ્થાનિક સમયાનુસાર લગભગ 5.51 વાગ્યે, તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સને પોતાને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે. હકીકતમાં, તેણે મંગળવારે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે બુધવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને રમતગમત માટે લવાદની અદાલત પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનેશે હવે આ જગ્યા પર અપીલ કરી છે અને પોતાને ઓછામાં ઓછું સિલ્વર આપવાનું કહ્યું છે.
વિનેશ ફોગાટની કુસ્તી કારકિર્દી
ભારતના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંના એક ગણાતા વિનેશ ફોગાટનો જન્મ 1994માં થયો હતો. વિનેશના કાકા મહાવી સિંહ ફોગાટ અને તેની બહેન બબીતા ફોગાટને ખૂબ જ ઓછા સમયમાં કુસ્તીનો પરિચય કરાવ્યો. વિનેશ તેની પિતરાઈ બહેનો ગીતા અને બબીતાના પગલે ચાલી હતી. માત્ર 9 વર્ષની ઉંમર હતી તે સમયે પિતાની છત્ર છાયા ગુમાવી હતી. વિનેશના કાકાએ બંને બહેનોને કુસ્તી શીખવવાનું શરૂ કર્યું અને બંનેએ આ રમત શીખવા માટે તમામ પ્રયત્નો કર્યા.
વિનેશ ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેનું પ્રથમ મોટું આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યું હતું. તેણે ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. તે પછી તેણે 2016 રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ તે દરમિયાન તે મેડલ મેળવવામાં નિષ્ફળ રહી. 2018માં તેણે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 2021 એશિયન ચેમ્પિયનશીપમાં તેણીનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા પછી તે ટોક્યો ઓલિમ્પિકનો ભાગ રહી. ત્યારબાદ તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube