બનાસકાંઠા: શંકર ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. વધુ અઢી વર્ષ માટે શંકર ચૌધરી(Shankar Chaudhary) સુકાની બન્યા છે. શંકર ચૌધરીની ચેરમેન(Chairman) પદે બિનહરીફ વરણી થઇ છે. જ્યારે ભાવાભાઈ દેસાઈ વાઈસ ચેરમેન બન્યા છે. આ સાથે જ ચેરમેન અને વાઈસ ચેરમેન બંને રિપીટ થયા છે. બનાસ ડેરીના નિયામક મંડળે ચેરમેન, વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે.
વધુ અઢી વર્ષ માટે શંકર ચૌધરી બન્યા સુકાની
એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચેરમેન પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસચેરમેન પર ભાવાભાઈ રબારીને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે. બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 16 ડિરેક્ટર ની હાજરીમાં અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
છેલ્લા 7 વર્ષથી શંકર ચૌધરી છે ચેરમેન
બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથી ભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.
એશિયાની સૌથી મોટી ડેરીમાં નિયુક્તિ
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરતી બનાસ ડેરીએ ગોબર કચરો ન રહી સાચા અર્થે ગોબરધન બનાવ્યું છે. જેથી ગોબરમાંથી CNG ગેસ પ્લાન્ટની સંકલ્પના સાર્થક થઈ છે. બનાસ ડેરીના પશુપાલકોએ દેશની પ્રથમ મેડીકલ કોલેજ બનાવી છે. ગુજરાત સહિત 8 રાજ્યોમાં બનાસ ડેરીનો કાર્ય વિસ્તાર છે. સાથે જ બનાસની મહિલાઓ દૂધના વ્યવસાય થકી આત્મનિર્ભર બની છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ