ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી(Vijay Rupani)એ આગામી વિધાનસભા ચૂંટણી(Gujarat Legislative Assembly Election) ને લઈને સૂચક નિવેદન આપ્યું હતું. વિજયભાઈ રુપાણી(Vijay Rupani)એ જણાવ્યું હતું કે જો ભાજપ(BJP) પક્ષ તેમણે ટીકીટ(Ticket) આપશે તો તેઓ ચૂંટણી(Election) લડશે. અને જો નહિ આપે તો નહિ લડે. પરંતુ પક્ષને જીતાડવાના કાર્યો સતત ચાલુ રાખશે.
જુઓ નિવેદન :
મળતી માહિતી અનુસાર આજરોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Legislative Assembly Election)માં તેમની ભૂમિકા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જો ભાજપ(BJP) પક્ષ તેમને ટીકીટ(Ticket) આપશે તો તેઓ ચૂંટણી લડશે. જો પાર્ટી તેઓ ટીકીટ નહિ આપે તો તેઓ સંગઠનના કાર્યમાં પોતાની ભાગીદારી અને જવાબદારી નિભાવતા રહેશે. તેઓ સતત ભાજપ પક્ષ ફરી સત્તા પર આવે તે પ્રકારની કામગીરી કરતા રહેશે. આ ઉપરાંત પક્ષ દ્વારા જે આદેશ આપવામાં આવે તે તેમને માન્ય હશે. તેમ વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગામી ઓક્ટોબરમાં ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર થવા જઈ રહી છે. ત્યારે ભાજપ દ્વારા નવા ચહેરાઓને ચૂંટણી લડવાની તક આપવામાં આવે તેવી સંભાવનાઓ વધુ છે. આથી જુના અને અનુભવી નેતાઓને ફરીથી સંગઠનના કામમાં જોતરાવું પડે તેવો માહોલ સર્જાયો છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ