Surat News: સરદારધામ(SardarDham) એ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે યુવાઓને વ્યાપાર-ઉદ્યોગ-રોજગારનું પ્લેટફોર્મ પુરુ પાડતી સંસ્થા છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં લક્ષ્ય સાથે સરદારધામ પાંચ લક્ષ્યબિંદુઓ સાથે કાર્યરત છે. જે અંતર્ગતનું એક મહત્ત્વનું લક્ષ્યબિંદુ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેના માધ્યમથી નાનાથી માંડીને મોટાં બિઝનેસમેન આ સંગઠનમાં જોડાઇ પરસ્પર ઉપયોગી થઈ વ્યાપાર-ઉદ્યોગ કરે છે. આ માત્ર સંગઠન નથી પરંતુ એક પરિવાર છે.
આ સંગઠન દ્વારા પોતાના સભ્યોના સ્વ વિકાસ અને આર્થિક વિકાસ માટે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે GPBO અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી શહેરની અંદર પણ બિઝનેસમેન પોતાના ધંધાનો વ્યાપ વધારવા માટે અલગ અલગ વીંગના માધ્યમથી દર અઠવાડિયે મળતા હોય છે. GPBOની આ વીંગ ચલાવવા માટે એક લીડરશીપ ટીમની નિમણુંક કરાતી હોય છે. અને આ લીડરશીપ ટીમ માટે દર 6 મહિને નવા લીડરોને તક અપાતી હોય છે.
GPBO સુરત દ્વારા આ વખતની ઇવેન્ટમાં રાજ તિલક થીમ પર એટલે કે, જેવી રીતે રાજાનો રાજ્યની અંદર રાજ્યભિષેક થાય તેવી જ રીતે આ ઇવેન્ટ્સમાં દરેક નવા લીડરોનો રાજ્યભિષેક સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે કરાયો હતો. જેવી રીતે રાજ્યમાં રાજ તિલક કરે તેવી રીતે રાજતીલક કરીને અને માથે મુગટ પહેરાવીને સભ્યોને નવી વીંગની જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી હતી. દરેક મેમ્બરોને ફેમિલી સહિત પધારવા માટે આમંત્રણ અપાયું હતું.
GPBO સુરત દ્વારા નવસારીની ટાટા અને બારડોલીની યુનિટી વિંગને પણ પરિવાર સહિત આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટમાં એમરલ્ડ, પર્લ, સેફાયર, રુબી, ગાર્નેટ, ઝીર્કોન, ઓપલ, આયોલાઈટ, ટાટા, યુનિટી એમ ટોટલ 10 વીંગના મેમ્બરો સહિત ટોટલ 700 સભ્યોએ હાજરી આપી હતી.
આ ઇવેન્ટમાં તમામ પ્રકારના અલગ અલગ એવોર્ડ્સ આપીને મેમ્બરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. GPBO અંતર્ગત અનેક પ્રકારની એક્ટિવિટી થતી રહેતી હોય છે. તેમાં સૌથી વધારે એક્ટિવિટી કરનાર મેમ્બરોને એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. એવોર્ડ અપાયા તેમાં ખાસ વસ્તુ એ હતી કે તેની અંદર બાળકોના સુપર ડ્રેસ, કપલ સુપર ડ્રેસ એના પણ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા.
સંપુર્ણ ઇવેન્ટ્સને ચાર ચેરમેનોએ મેનેજમેન્ટ કરી હતી. સાગરભાઇ જોગાણી, પ્રકાશભાઈ માલવિયા, મેહુલભાઇ માદલીયા, હિતેશભાઇ દોમડીયા આ ચાર ઈવેન્ટ્સ મેનેજરોએ તેને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે સુરત શહેરના DO કેયુરભાઈ શેટા અને અનેરીબેન મોરડીયાનો ખુબ મહત્વનો ફાળો હતો. આ ઇવેન્ટમાં કન્વીનર તરીકે ધવલભાઈ શેટા પણ હાજર રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube