Sachin Tendulkar: સચિન તેંડુલકરની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. માસ્ટર બ્લાસ્ટરે ત્રણ વૃક્ષ સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. જેને લઈને આ દિગ્ગજ અમ્પાયર ચર્ચામાં આવ્યા છે. જેને ક્રિકેટના ચાહકો આજ સુધી ભુલ્યા નથી.
સચિન તેંડુલકર વૃક્ષ સાથેની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે શું તમે અનુમાન લગાવી શકો છો કે કયા અમ્પાયરે સ્ટમ્પને આટલો મોટો હોવાનો અનુભવ કરાવ્યો ? આ પોસ્ટ વાયરલ થતાની સાથે દિગજ્જ અમ્પાયર સ્ટીવ બકનર વિવાદમાં આવ્યા છે.
Can you guess which umpire made the stumps feel this big? 🤔 pic.twitter.com/oa1iPvVza1
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2024
કેમ ચર્ચામાં આવ્યા અમ્પાયર સ્ટીવ બકનર
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર વિરુદ્ધ ઘણા ખોટા નિર્ણયો આપ્યા હતા. જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જેમાં બે મુખ્ય નિર્ણયો આજ સુધી લોકો ભુલ્યા નથી. એક ઓસ્ટ્રેલિયામાં 2003 માં ગાબા ટેસ્ટ દરમિયાન અને 2005 માં પાકિસ્તાન સામે ઈડન ગાર્ડન્સમાં. જેમાં સ્ટીવના નિર્ણયના કારણે મેચની દિશા બદલાઈ ગઈ હતી.
Who else but …. pic.twitter.com/GiowNvwQu4
— ηᎥ†Ꭵղ (@nkk_123) November 16, 2024
2003 માં ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બકનરે સચિનને વિવાદાસ્પદ રીતે એલબીડબલ્યુ આઉટ આપ્યા હતા. જો કે ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી ગઈ હતી. અમ્પાયરના આ નિર્ણયને કારણે સચિન તેંડુલકર તેમની આ મહત્વની ઈનિંગ્સ રમી શક્યા ન હતા.
10 years of retirement but not taking the names clearly to demean someone . The gentleman
— Sunil the Cricketer (@1sInto2s) November 16, 2024
સચિનની આ પોસ્ટ પર અનેક યુઝરે કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું કે સચિન આજે રોસ્ટ કરવાના મુડમાં છે. એક યુઝરે લખ્યું કે નિવૃતિના દસ વર્ષ થયા, પણ ક્યારેય સ્પષ્ટ રીતે નામ નથી લીધું, જેન્ટલમેન…
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube