Ayodhya Ram Mandir Inauguration: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લાંબા સંઘર્ષ પછી 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે. રામ મંદિર આંદોલનના મોટા ચહેરામાં સામેલ ભાજપ(BJP)ના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી(Lal Krishna Advani) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી(Dr. Murli Manohar Joshi) રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થાય. જાણકારી અનુસાર, તેમના સ્વાસ્થ્ય અને ઉંમરને કારણે તેમણે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ ના થવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે મહેમાનોની યાદીમાં દલાઇ લામા, અમિતાભ બચ્ચન પણ સામેલ છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં અડવાણી અને જોશીના સામેલ થવા પર કહ્યું કે બન્ને પરિવારના વૃદ્ધ છે અને તેમની ઉંમરને જોતા તેમણે ના આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જેનો બન્નેએ સ્વીકાર કરી લીધો છે.ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીએ અભિષેક સમારંભની તૈયારી ચાલી રહી છે.
Ayodhya | Champat Rai, the General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra says, “All preparations for the consecration ceremony will be completed by January 15, 2024. The puja for Pran Pratishtha will begin on January 16, 2024, and will continue till January 22,2024. 13… pic.twitter.com/U353PwJVfw
— ANI (@ANI) December 19, 2023
સમારંભમાં સામેલ નહીં થાય અડવાણી-જોશી
ચંપત રાયે કહ્યું કે સમારંભની તૈયારીઓ 15 જાન્યુઆરી સુધી પુરી કરી લેવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા 16 જાન્યુઆરીથી શરૂ થશે જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. આમંત્રિત લોકોની યાદી જોતા ચંપત રાયે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી અભિષેક સમારંભમાં સામેલ નહીં થાય, તેમણે કહ્યું કે અડવાણી 96 વર્ષના છે અને જોશી આવતા મહિને 90 વર્ષના થઇ જશે.
પૂર્વ વડાપ્રધાનને પણ આમંત્રણ
આ સિવાય ચંપત રાયે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને સમારંભમાં આમંત્રણ આપવા ત્રણ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે, તેમણે કહ્યું કે વિવિધ પરંપરાઓના 150 સાધુ-સંતો અને છ દર્શન પરંપરાઓના શંકરાચાર્યો સહિત 13 અખાડા આ સમારંભમાં સામેલ થશે. કાર્યક્રમમાં લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
#WATCH | Ayodhya | Champat Rai, the General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra says, “After the consecration ceremony, Mandal Puja will be held for 48 days from January 24 as per the tradition of North India. At the same time, from January 23, common people will be… pic.twitter.com/wWzmmFDRTn
— ANI (@ANI) December 19, 2023
કેટલીક જાણીતી હસ્તીઓ પણ સામેલ થશે
ચંપત રાયે જણાવ્યુ કે કાશી વિશ્વનાથ, વેષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના પ્રમુખ, ધાર્મિક, અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, તેમણે જણાવ્યુ કે આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામા, કેરલની માતા અમૃતાનંદમયી, યોગ ગુરૂ બાબા રામદેવ, અભિનેતા રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, બિઝનેસમેન મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઇ અને અન્ય કેટલીક જાણીતી હસ્તીઓ પણ પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે.
ત્રણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે
ચંપત રાયના જણાવ્યા અનુસાર, અયોધ્યાના કારસેવકપુરમમાં રાત્રી આશ્રય પ્રકાર (શયનગૃહ)માં 1000 લોકો રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ટીનના ડબ્બામાં 850 લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. ધર્મશાળા અને અન્ય સ્થળોએ 600 રૂમ મળી આવ્યા છે. એવી અપેક્ષા છે કે આ સંખ્યા વધીને 1000 રૂમ થઈ જશે.
23 જાન્યુઆરીથી લોકો રામલલાના દર્શન કરી શકશે
પ્રતિષ્ઠા સમારંભ પછી 24 જાન્યુઆરીથી ઉત્તર ભારતની પરંપરા અનુસાર 48 દિવસ સુધી મંડળ પૂજા થશે. 23 જાન્યુઆરીથી લોકો રામલલાના દર્શન કરી શકશે. ચંપત રાયે જણાવ્યુ કે અયોધ્યામાં ત્રણથી વધુ સ્થળો પર મહેમાનોના રોકાવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube