Car Accident Near Gondal : ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોંડલના બે અને ધોરાજીના બે યુવકોના મોત થયા છે. મહત્ત્વનું છે કે, રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું. જેને લીધે સ્વિફ્ટ કાર પલટી મારીને સામે આવતી બોલેરો કાર સાથે અથડાઈ હતી. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોલેરો સાથે ટક્કર બાદ સ્વિફ્ટનું એન્જિન છુટું પડ્યું
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે ગોંડલ નજીક નેશનલ હાઈવે પર આવેલા દેવ સ્ટીલ પાસે સ્વિફ્ટ કાર અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારીને ડિવાઈડર કૂદીને સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાઈ હતી. જેમાં ગોંડલના બે યુવક તેમન ધોરાજીના બે યુવકનાં મોત થયા છે.અકસ્માતના સમગ્ર બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત બહોળું મિત્રમંડળ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યું છે.
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે સામાન્ય વરસાદમાં હાઇવે ધોવાઈ જવા પામ્યો છે. હાઇવે રોડનું ધોવાણ થતા અનેક નાના-મોટા ખાડા જોવા મળ્યા છે. જેને લઈ અનેક અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
બોલેરો સાથે ટક્કર બાદ સ્વિફ્ટનું એન્જિન છુટું પડ્યું
સૂત્રોના અનુસાર જાણવા મળ્યું કે સ્વિફ્ટ કારચાલકની સ્પીડ વધારે હોવાથી સ્વિફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કાર પલટી મારી હતી. ત્યાર બાદ સ્વિફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી (ગોથાં) મારી હતી. જેથી સ્વિફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું હતું અને સ્વિફ્ટ કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી.
4 યુવકોના કરુણ મોત
આ અકસ્માતની જાણ સ્થાનિકોએ કરતાં ચાર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ પછી ચારેય યુવકને હોસ્પિટલ લઈ જવાયા હતાં.આ દરમિયાન ત્રણ યુવકનું ઘટના સ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવકોના મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. અકસ્માતમાં બોલેરોમાં જતા ગોંડલના ક્રિપાલસિંહ જાડેજા અને સિદ્ધરાજસિંહ જાડેજા તથા જ્યારે સ્વિફ્ટ કારમાં ધોરાજીમાં રહેનારા વિરમ પરમાર અને સિદ્ધાર્થ કાચા નામના યુવકોના મોત થઈ ગયા.આ ઉપરાંત LCB પોલીસ અને સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(વધુ માહિતી માટે રાહ જોવાઈ રહી છે.)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube