Chotila Accident: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે.ત્યારે આજે વહેલી સવારે ચોટીલા નજીક અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હોવાને ઘટના સામે આવી છે. તેમાં જ 18 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર અને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
ચોટીલા પાસે આવેલ આપાગીગાના ઓટલા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો કૌટુંબિક કામ અર્થે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં પીકઅપમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.
પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી
મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃ કાર્ય માટે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૃતકોના નામ
- મગજીબેન ગોબરભાઈ રેથરીયા
- ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા
- મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા
- ગલાલબેન કાળુભાઈ રેથરીયા
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube