- SGVP રીબડા ગુરુકુળના વિદ્યાર્થીનું મૃત્યુ
- ધો.10માં અભ્યાસ કરતા દેવાંશ ભાયાણીનું મૃત્યુ
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે સાચી હકીકત
Rajkot News: રાજકોટના SGVP રીબડા ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે વિદ્યાર્થી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ સામે આવશે.
બેભાલ હાલતમાં ખસેડાયો હતો હોસ્પિટલમાં
મળતી માહિતી અનુસાર,મૂળ ધોરાજીના કલ્યાણ સોસાયટીમાં રહેતા અને હાલ છેલ્લા ત્રણેક મહિનાથી રીબડામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં રહી અને ત્યાંજ ધોરણ 10માં અભ્યાસ કરતા દેવાંશ વીન્કુભાઈ ભાયાણી(પટેલ)(ઉ.વ.15) આજે સવારના સમયે ગુરુકુળના ગ્રાઉન્ડમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં હતો ત્યારે અચાનક ઢળી પડતા તેમને ત્યાંના સત્તાધીશો દ્વારા તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં હાજર તબીબોએ દેવાંશને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો
ડોક્ટરોએ પરિવારજનો સાથે પ્રાથમિક વાતચીત કરી
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યો છે. બીમારી અગાઉથી પણ હોઈ શકે છે, પરંતુ આજે અચાનક આવેલા મોતનું કારણ શું છે એ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ સામે આવી શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે અને આજે તેમનો એક નો એક દીકરો દેવાંશ અચાનક મૃત્યુ પામતા સમગ્ર ભાયાણી પરિવારમાં કુલદીપક સમાન પુત્ર ગુમાવવાનું દુઃખ જોવા મળી રહ્યું છે.
પરિવારમાં ગમગીની છવાઈ
તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ તેને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ દેવાંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના મોતને પગલે પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
રીબડાના ગુરુકુળમાં હાર્ટ અટેકથી ધોરણ 10ના વિદ્યાર્થી દેવાંશનું મૃત્યુ નીપજ્યું છે, ત્યારે વિગતો જાણવા મળી રહી છે કે દેવાંશ દ્વારા સ્ટેજ પર ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે સ્ટેજ પર વક્તવ્ય આપવા જાય તે પહેલા જ હરખમાં દેવાંશે પિતાને ફોન કરીશ સૌપ્રથમ એક ફોટો મોકલ્યો હતો. જેથી પિતાએ તેમને વક્તવ્ય વિશે ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. દેવાંશના પિતા ધોરાજીના પ્લાસ્ટિક ઉધોગ ધરાવતા મોટા ઉદ્યોગ પતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે,કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે.તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે.છ દિવસ પૂર્વે જ એક આર્કિટેક યુવકનું વીવીપી એન્જી. કોલેજમાં હાર્ટ બેસી જતા મૃત્યુ નીપજ્યું હતું.કાલાવડ રોડ પર વેપારી રવીકુમાર રાવલ(ઉ.વ.38)નું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ