ગુજરાત

અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત-નશામાં ધૂત ચાલકે બાકડાને ટક્કર મારી,કાર પલટી

  • અમદાવાદમાં હજુ પણ મોડી રાતે નબીરા બેફામ છે
  • નશામાં ધૂત યુવકની કારે ચારથી પાંચ પલટી મારી
  • નબીરાએ બેફામ કાર ચલાવી બાંકડા પર કાર ઘુસાડી દીધી
  • સમય સૂચકતા વાપરી લોકો હટી જતા જાનહાની ટળી

અમદાવાદ: શહેરમાં અઠવાડિયા પહેલા જ ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા. અકસ્માતના બીજા દિવસથી શહેરભરમાં પોલીસ દ્વારા રાત્રે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને પૂરપાટ ઝડપે જતા વાહન ચાલકોનું તપાસ કરવામાં આવી હતી. જોકે આ વચ્ચે શહેરના મણીનગરમાં દારૂ પીને નશામાં વાહન ચલાવી કાર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે.

Screenshot%202023 07 24%20084024

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી.રાત્રે 12:30 ની આજુબાજુના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા કાર ચાલક દ્વારા ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. કાર ચાલક કોણ હતું અને કારમાં કેટલા લોકો સવાર હતાં એ જાણવા મળ્યું નથી. પણ ગાડીમાંથી બિયરની બોટલ મળી આવેલી છે અને ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે.

મણીનગર પોલીસને અકસ્માતની ઘટનાની માહિતી મળતા મણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાડી દિવાલમાં ઘુસી જતાં ગાડી પલટી મારી ગઈ છે, અત્યાર સુધી તો કોઈને ઇજા કે અવસાનની માહિતી નથી મળેલી નથી. પરંતુ કારની અંદરથી લોહીના ડાઘ મળી આવ્યા છે. તો અકસ્માત સમયે બાકડા પર લોકો બેઠેલા હતા, જે કારને દૂરથી આવતી જોઈને ભાગી જતા તેમના જીવ બચી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mittal Khaniya (@mittal_khaniya)

નશામાં ધૂત નબીરાની કારે ચારથી પાંચ પલટી મારી દીધી છે. નબીરાએ બેફામ કાર ચલાવી રોડ ઉપર સાઈડમાં પડેલા બાંકડા પર કાર ઘુસાડી દીધી છે. ત્યારે બાકડા પર બેસેલા ત્રણ લોકો સમય સૂચકતા વાપરી નાસી છૂટતા જાનહાની અટકી છે. તથા નશામાં ધૂત કાર ચાલકને ઇજા પહોંચી છે. જેમાં મણિનગર વિસ્તારમાં નબીરો બેફામ બન્યો છે.

ahmedabad news 02 01jpg

આ અકસ્માત થતાની સાથે ત્યાં સ્થાનિકોનું ટોળી ભેગુ થઇ ગયુ હતુ. જ્યાં લોકોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં છે. જેના કારણે જ તેઓએ આ અકસ્માત કર્યો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર આવીને કારમાં તપાસ કરી હતી. આ કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની ઘટનામાં બચેલા અને પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું છે. જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત નક્કી થઈ ગયું હોત.પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે,જેથી હવે ડર લાગવા લાગ્યો છે. ત્રણ નબીરાઓએ રાત્રીના સમયે સીયાઝ કારમાં પૂરપાટે આવી અક્સ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button