PM Modi Nomination: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI ) ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના છે. આ દરમિયાન તેમની સાથે અમિત શાહ, રાજનાથ સિંહ સહિત 16 રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત એનડીએના ઘણા મોટા નેતા સામેલ થવાના છે.
નોમિનેશનમાં અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક પક્ષોના પ્રમુખ સામેલ થશે.
આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ નોમિનેશનમાં ભાગ લેશે. આ ઉપરાંત NDAના મુખ્ય ઘટક લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી, LJPના વડા ચિરાગ પાસવાન, અપના દળ (S)ના પ્રમુખ અનુપ્રિયા પટેલ, SubhaSP પ્રમુખ ઓમપ્રકાશ રાજભર વગેરે હાજર રહેશે.
આ નેતા રહેશે હાજર
ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, નામાંકનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્મા, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત, સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગ, ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા હાજર રહેશે.
આજે પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા સપ્તમીના શુભ મુહૂર્તમાં પૂજા કરશે. આ દરમિયાન દશાશ્વમેઘ તરફ જનારા તમામ માર્ગો બંધ રહેશે. ત્યારબાદ તેઓ ક્રૂઝથી નમો ઘાટ જવા રવાના થશે. પીએમ મોદી નમો ઘાટથી સડક માર્ગથી ચૌકાઘાટ-લહુરાબીર થતા કાશીના કોતવાલ કાલ ભૈરવ મંદિર જઈ દર્શન-પૂજા કરશે. ત્યારબાદ મૈદાગિન, લહુરાબીર, ચૌકાઘાટ થતા બપોરે લગભગ 12 વાગ્યે કલેક્ટ્રેટ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો (14 મે) કાર્યક્રમ
- સવારે 8.20 કલાકે BLW ગેસ્ટ હાઉસથી નીકળશે.
- સવારે 8.40 કલાકે અસ્સી ઘાટ પહોંચશે અને ગંગાની પૂજા કરશે.
- સવારે 9.50 વાગ્યે અસ્સી ઘાટથી નીકળશે અને 10 વાગ્યે કાલ ભૈરવ મંદિર પહોંચશે.
- લગભગ 15 મિનિટ સુધી બાબા કાલ ભૈરવની પૂજા કર્યા બાદ PM સવારે 10.15 વાગ્યે કલેક્ટર કચેરી માટે રવાના થશે.
- કલેક્ટર કચેરીમાં સવારે 10.35 થી 11.30 સુધીનો સમય અનામત રાખવામાં આવ્યો છે.
- સવારે 11.30 થી 11.50 સુધી નામાંકન ભરવામાં આવશે.
- સવારે 11.55 કલાકે કલેક્ટર કચેરીથી નીકળી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર જશે.
- PM બપોરે 1 વાગ્યે રુદ્રાક્ષ કેન્દ્ર ખાતે પ્રબુદ્ધ લોકોની સભાને સંબોધશે.
- PM વારાણસીથી લગભગ 2.30 વાગ્યે રવાના થશે
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube