September 8, 2024
KalTak 24 News
BharatInternational

Paris Olympics 2024/ પીએમ નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટની અયોગ્યતા પર IOA પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી;’ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ કરો..’

Pm Narendra modi call to pt usha in paris

Paris Olympics 2024: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે(Vinesh Phogat) ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરીને જાણકારી માંગી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશની ગેરલાયકાત બાદ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં વિનેશની રમતના વખાણ કરતાં તેમણે મેડલ ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે, વિનેશ તમે ચેમ્પિયન છે. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો. આજના ઝટકાથી દુઃખ થયું છે. કાશ હું શબ્દોમાં બતાવી શકોત કે હું હાલમાં કેટલો નિરાશ છું. પણ હું જાણું છું કે તમે ફરી વાપસી કરશો. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો એ તમારા સ્વભાવમાં છે. મજબૂતી સાથે વાપસી કરો. અમે બધા તમારી સાથે છીએ.

હવે આ મામલે PM મોદીએ IOAને આ મામલે કડક વાંધો ઉઠાવવાનું કહ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરીને માહિતી માંગી છે. PM મોદીએ આ સ્થિતિમાં તમામ વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. આ સાથે PM મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવાનું કહ્યું છે.

ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

વિનેશ ફોગાટને 50 કિલો કુશ્તીમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે. જ્યારે વિનેશનું વજન થોડું વધી ગયું હોવાનું જાણવા મળ્યું તો તેણે તેને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો. ગોલ્ડ મેડલ ઈવેન્ટ આજે યોજાવાની હોવાથી તે નિર્ધારિત ધોરણ કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું

 

 

Group 69

 

 

Related posts

રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,દુર્ઘટનામાં બે લોકોના મોત- જુઓ વિડીયો

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા,થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું

KalTak24 News Team

VIDEO: શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, બહેનો ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી, કહ્યું- ‘ભૈયા અમે તમને વોટ આપ્યો હતો’

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી