September 14, 2024
KalTak 24 News
Entrainment

હીરામંડીઃ ધ ડાયમંડ બજાર રિલીઝ/ ‘બજરંગી ભાઈજાન’ની મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રા હીરામંડીની આલમઝેબ બની,વીડિયોને જોઈને લોકો શું બોલ્યાં?

Heeramandi

Heeramandi: સંજય લીલા ભણસાલીની આગામી સીરીઝ હીરામંડીઃ ધ ડાયમંડ બજાર રિલીઝ થયા બાદથી જ ચર્ચાનો વિષય બની છે. હવે આ સીરીઝને દેશમાં જ નહીં વિશ્વભરમાં વખાણવામાં આવી રહી છે. હવે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રામાં હીરામંડીના આલમઝેબનો લુક રિક્રિએટ કર્યો છે.

હર્ષાલીની વીડિયો લોકોને આવ્યો પસંદ

હર્ષાલી મલ્હોત્રાએ સીરીઝમાં આલમઝેબની ભૂમિકા ભજવી રહેલી શર્મિન શેગલના ઈન્ટ્રો ગીત ‘દીવાના બના દીજીએ’ પર એક વીડિયો બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હર્ષાલીએ આલમઝેબ જેવો જ લુક અપનાવ્યો છે.

યૂઝર્સે મધુબાલા સાથે તુલના કરી

વીડિયો જોઈને યૂઝર્સ હર્ષાલીની પ્રશંસા કરતા દર્શકો થાકતા નથી. લોકો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હર્ષાલીએ જ આલમઝેબની ભૂમિકા ભજવવાની જરુર હતી. તો કેટલાંક લોકોએ હર્ષાલીની તુલના શર્મિન સાથે કરતા લખ્યું કે, આ શર્મિનથી ઘણાં જ સારા એક્સપ્રેશન આપી રહી છે. તો કેટલાંક યૂઝર્સે એક્ટ્રેસની તુલના મધુબાલા અને મીના કુમારી સાથે કરી. એટલું જ નહીં કેટલાંક લોકોએ સંજય લીલા ભણસાલીને હર્ષાલીને પોતાની આગામી ફિલ્મમાં લેવાની માગ કરી છે.

શર્મિન સેગલે સીરીઝમાં આલમઝેબની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં શર્મિનની એક્ટિંગને અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી છે. સંજય લીલા ભંસાલીની સીરીઝમાં શર્મિન ઉપરાંત સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, આદિતી રાવ હૈદરી, ઋચા ચઢ્ઢા, ફરદીન ખાન, શેખર સુમન જેવા કલાકારો પણ જોવા મળી રહ્યાં છે.

 

Group 69

 

 

Related posts

કોમેડિયન પરાગ કંસારાનું નિધન,સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું

KalTak24 News Team

BIG BREAKING / અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા,એક્ટ્રેસ પુણેથી મુંબઈ આવવા રવાના;કારણ અકબંધ

KalTak24 News Team

ગુજરાતી સિનેમા માટે ગૌરવની વાત, ભારત તરફથી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી