December 19, 2024
KalTak 24 News
GujaratPolitics

સાળંગપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓએ શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરી મેળવ્યા આશીર્વાદ;મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ

chief-minister-bhupendra-patel-and-other-ministers-visited-dada-and-received-blessings-sarangpurdham-botad-news

સાળંગપુર/બોટાદ: “શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ” ખાતે આજે ગુજરાત સરકાર તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીઓએ શ્રી કષ્ટભંજન દેવના ચરણે શીશ ઝુકાવી ગુજરાતની જનતાની સુખાકારીની પ્રાર્થના માટે આશીર્વાદ લેવા પધાર્યા હતા.

દાદાની કરી પૂજા

વધુમાં,ગુજરાતના રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ,કેન્દ્રીય મંત્રી સી.આર.પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,કુંવરજી બાવળિયા,ભાનુબેન બાબરીયા,બચુભાઈ ખાબડ વગેરે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો તેમજ નવા ચૂંટાયેલા સાંસદ સભ્યશ્રીઓ પૂજા કરી દાદાના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની રક્ષા કરવા વૃક્ષો વાવવાનો સંદેશ ગુજરાતની પ્રજાને આપ્યું હતું.

હનુમાનજી મંદિરના મુખ્ય કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી તથા શા.હરિજીવનદાસજી સ્વામી-ગઢપુર,શા.શુકદેવપ્રસાદદાસજી સ્વામી-નાર,પૂ.ઘનશ્યામ સ્વામી-કુંડળ,કો.શ્યામવલ્લભ સ્વામી- વડતાલ,પૂ.બાલમુકુંદ સ્વામી-સરધાર વગેરે સંતો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

પરષોત્તમ રુપાલાએ ગઈકાલે દાદાના કર્યા દર્શન

રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પરષોત્તમ રુપાલાએ ગઈકાલે બોટાદના સાળંગપુર મંદિરે આવ્યા હતા.મંદિરના ગેટથી ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. છેલ્લા ત્રણેક વર્ષથી પરષોત્તમ રુપાલા અને તેમના પરિવાર દ્વારા હનુમાન દાદાને ધજા ચડાવવામાં આવે છે. ગઈકાલે પણ પરષોત્તમ રુપાલાએ હનુમાનદાદાના મંદિરે ધજા ચડાવીને દર્શન કર્યાં હતા.

 

 

 

 

 

Related posts

સુરત/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ની લીધી મુલાકાત,હીરા બુર્સના ઉદ્ઘાટનની અપાઈ પ્રથમ પત્રિકા,જુઓ તસવીરો

KalTak24 News Team

મઢડા માં સોનલ આઈ શતાબ્દી મહોત્સવ/ PM મોદીએ કહ્યું-‘સોનલ માંએ સમાજને દુષણોથી બચાવવા માટે સતત કામ કર્યું અને સમાજને આપી નવી રોશની,જુઓ વીડિયો

KalTak24 News Team

સુરતના સીમાડા વાલમનગર ખાતે આગનો બનાવ,ત્રણ માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે આગ લાગી, પાંચ લોકો દાઝ્યા આશંકા;એકનું મોત

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં