PM Modi letter to Sunita William: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી પરત ફરી રહેલા નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમને એક ભાવનાત્મક સંદેશ લખ્યો છે. સુનિતાનું અવકાશયાન બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 3:27 કલાકે ફ્લોરિડાના કિનારે ઉતરશે. PMએ લખ્યું છે કે, ‘તમે ભલે અમારાથી હજારો માઈલ દૂર હોવ પરંતુ તમે અમારા દિલમાં વસે છો. 1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ છે.
ડૉ.જીતેન્દ્ર સિંઘના X પર એક પત્ર શેર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથે એક પત્ર છે. વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં લખાયું છે કે, ‘ભલે તમે અમારાથી હજારો મીલ દૂર હોવ, પરંતુ તમે અમારા દિલની નજીક છો. તમે ભારતની આન, બાન અને શાન છો. તમારી ઉપલબ્ધિઓ તમામ ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.’ પીએમ મોદીએ પત્રમાં સુનિતાની શક્તિ અને સાહસની કામના કરી તેઓ સુરક્ષિત પાછા ફરે તે માટે પ્રાર્થના કરી છે. આ પત્ર અવકાશયાત્રી માઈક માસિમિનો દ્વારા સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન માસિમિનો સાથે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી.
PM Narendra Modi writes to NASA Astronaut Sunita Williams
Sharing the letter, Union Minister Dr Jitendra Singh tweets, “As the whole world waits for the safe return of Sunita Williams, this is how PM Narendra Modi expressed his concern for this daughter of India…”
“Even… pic.twitter.com/7bWoCliYix
— ANI (@ANI) March 18, 2025
પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક લાગશે
સુનિતાની સાથે અન્ય અવકાશયાત્રી બૂચ વિલ્મોર પણ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. આ બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં 18 માર્ચે ISS થી પૃથ્વી માટે રવાના થયા હતા. તેમને પૃથ્વી પર પહોંચવામાં લગભગ 17 કલાક લાગશે. આખી દુનિયા સુનીતાના ધરતી પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. વાસ્તવમાં, સુનીતા તેના માત્ર આઠ દિવસના મિશન પર ISS પહોંચી હતી પરંતુ બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ સમસ્યાના કારણે તેનું પરત આવવું શક્ય નહોતું અને તેણે નવ મહિના સુધી અહીં રહેવું પડ્યું હતું.
નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને જતું અવકાશયાન થોડા કલાકોમાં ISS થી અલગ થઈ જશે અને આજે સાંજે 5:57 વાગ્યે (યુએસ સમય) ફ્લોરિડાથી દૂર સમુદ્રમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન આજે સવારે (18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.
નાસા તેના સ્પેસએક્સ પ્રોગ્રામ હેઠળ આ પરત યાત્રાનું જીવંત પ્રસારણ કરશે. આ નાસા અને એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે, જેને “સ્પેસએક્સ ક્રૂ 9” કહેવામાં આવે છે. સુનિતા વિલિયમ્સ અને બેરી “બુચ” વિલ્મોરની આ સફર ખરેખર 10 મહિના પહેલા પૂર્ણ થવાની હતી. આઠ દિવસના મિશન પછી તેઓ પાછા ફરવાના હતા, પરંતુ ટેકનિકલ કારણોસર તેમને પરત ફરવામાં વિલંબ થયો.
અન્ય અવકાશયાત્રીઓ ISS સુધી પહોંચે છે
યુએસ સ્પેસ એજન્સીના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ઉપાડેલા અવકાશયાત્રીઓના નવા ક્રૂમાં નાસાના એન મેકક્લેન અને નિકોલ આયર્સનો સમાવેશ થાય છે. આ બંને મિલિટરી પાયલોટ છે. આ સિવાય જાપાનના તાકુયા ઓનિશી અને રશિયાના કિરીલ પેસ્કોવ પણ નીકળી ગયા છે અને બંને એવિએશન કંપનીઓના ભૂતપૂર્વ પાઇલોટ છે.
ચારેય નવા મુસાફરો આવ્યા
વિલ્મોરે રવિવારે સ્પેસ સ્ટેશનની ‘હેચ’ ખોલી અને ત્યારબાદ એક પછી એક ચારેય નવા મુસાફરો અંદર આવ્યા. અવકાશમાં પહેલેથી જ અવકાશયાત્રીઓએ તેમના નવા સાથીઓને આલિંગન અને હાથ મિલાવીને આવકાર્યા. વિલિયમ્સે ‘મિશન કંટ્રોલ’ને કહ્યું, “આ એક શાનદાર દિવસ છે. મારા મિત્રોને અહીં જોઈને ખૂબ આનંદ થયો.”
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube